SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ 'ઇતિહાસ ] : ૫૭ : ભદિલપુર ભદ્દિલપુર અહીં શીતલનથ પ્રભુનાં ચાર (ગ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન) કલ્યાણક થયાં છે. અન્તિમ તીર્થપતિ શ્રી મહાવીર દેવે અહીં ચાતુર્માસ કર્યું છે. મહાસતી પરમ આતે પાસિકા-શ્રાવિકા સુલસાને અંબડદ્વારા ભગવાન મહાવીર સંદેશ-ધર્મલાભ મોકલ્યા હતા. આવી રીતે આ સ્થાન અત્યંત પ્રાચીન અને પુનિત છે, કિંતુ અધુના આ સ્થાનને ભદિલપુર તરીકે કઈ ઓળખતું નથી. કાળચક્રના સપાટામાંથી કોણ બચ્યું છે કે આ નગરી પણ બચે? અમે ભજિલપુર જવા જગલના ટૂંકા રસ્તે ચાલ્યા, પરતુ અધવચ્ચે ભયંકર અરણ્યમાં અમે ભૂલા પડ્યા. માત્ર અમે ત્રણ જણ હતા. કેઈ માણસ પણું ન મળે. રસ્તે જનાર કે આવનાર પણ કોઈ ન મળે. જે સ્થાને અમે ૮-૯ વાગે પહોંચવાની ધારણું રાખતા ત્યાં જંગલમાં ૧૧ વાગ્યા, ગરમી કહે મારું કામ. તરસ લાગેલી. ભાગ્યmગે થોડું પાછા વળ્યા ત્યાં દરથી એક ખેતરમાં આદમી દેખાતાં ત્યાં ગયા. બહુ મુશ્કેલીથી રસ્તે મળે. એક વાગે આઠ દશ પડાવાલું ગામ આવ્યું, જેને અત્યારે હટવરીયા કહે છે. ગામમાં આઠ દશ ઝુપડાં એ જ મકાન કે ધર્મશાળા હતાં. ઉતરવા માટે કયાંય સ્થાન ન હતું. ત્યાં એક પોલીસ ચેકી લેખી, પણ વિચાર્યું–ચાલે, પહાડ પાસે કયાંક ધર્મશાળા હશે. બે માઈલ ચાલી ત્યાં ગયા, તે માત્ર વડના ઝાડ ધર્મશાળારૂપે હતાં, ધર્મશાળા તે ખંડિયેરરૂપે ઊભી હતી. ઝાડ નીચે રાત કેઈ રહેતું નહિં. જંગલને મામલે, ડર જેવું ખરું. અમે થાક્યાપાકયા બેસવાને-વિશ્રાંતિ લેવાનો વિચાર કર્યો પરંતુ ત્યાં તે પહાડ ઉપરથી માણસે લેહીથી ખરડાયેલાં, અને જેમાંથી લેહીનાં ટીપાં જમીન ઉપર પડ્યાં કરતાં હતાં એવા બકરાના કપાએલા ધડને લઈને આવી પહોંચ્યા. અમને પ્રથમ તે બહુ જ આશ્ચર્ય થયું. પણ આજે ફાગણ સુદ ૭ ને મંગળવાર હ. દેવીને બલિ ચઢે છે તેને દિવસ હતે. અમે છેડે ઉપદેશ આપે શરૂ કર્યો પણ ત્યાં અમારું કાંઈ ચાલ્યું, અત્તે અમે ઊઠી પુનઃ ગામમાં આવી પોલીસ ચેકીમાં ઉતારે કર્યો. બીજે દિવસ પહાડ ઉપર ચઢ્યા, ચઢાવ કઠીણ અને સુકેલીભર્યો છે. પહાડ બહુ ઊંચે નથી પણ વચમાં રસ્તે જ બહુ ખરાબ છે. જેમ તેમ કરી ઉપર પહેગ્યા. - શીતલનાથ-ભજિલપુર નગરમાં આપનો જન્મ થયો હતો. પિતાનું નામ દરરાજા અને માતાનું નામ નંદારાણી હતું. પિતાના શરીરે દાઉજવર થયો હતો તે ભગવત ગર્ભમાં આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાણુએ હાથ ફેરવવાથી રાજાને શીતલતા થઈ. ગભરનો આ મહિમા જાણું પુત્રનું નામ શીતળનાથ રાખ્યું. તેમનું નેવું ધનુષ્યપ્રમાણુ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ષ અને શ્રીવત્સનું લાંછન હતું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy