SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શૌરીપુરી પ૧૪ : [ જૈન તીર્થને પધાર્યા હતા અને પ્રતિષ્ઠા પણ કરાવી હતી, જેનો ઉલ્લેખ શ્રી હીરસૌભાગ્ય કાવ્ય, ઉ. શ્રી ધર્મસાગરજી કૃત તપગચ્છ પટ્ટાવલી, વિજય પ્રશરિત અને પ્રાચીન તીર્થમાળામાં ઉપલબ્ધ છે તથા સૂરીશ્વર ને સમ્રા પટ્ટાવલીસમુચ્ચય ભાગ પહેલામાં પણ છે. છેલ્લે છેલ્લે શૌરીપુરમાં સાત જિનમંદિર અને ૧૪ જિનમૂર્તિને ઉલેખ મળે છે. વેતાંબર ધર્મશાળાની બાજુમાં અને પાછળ નાની ઘુમટીઓ દેરી વગેરે છે જે બધુ શ્વેતાંબરી જ છે, પરંતુ હમણાં દિગબર ભાઈઓએ ત્યાં ઝઘડો શરૂ કર્યો છે. ઘણા વર્ષ કેસ ચાલ્યા પછી શ્વેતાંબર જીત્યા છે. દિગ બરોએ હાઈકેટમાં અપીલ કરી છે. દિગંબરે આ રથાનને તીર્થભૂમિ નથી માનતા. માત્ર ઝઘડવા ખાતર જ ઝઘડો કરે છે. દિગંબરે બટેશ્વર કે જે શૌરીપુરથી ૧-૧ માઈલ દૂર છે ત્યાં જ જતા. યદ્યપિ બટેશ્વરનું મંદિર પણ તાંબરી હતું. ત્યાં મૂતિઓ શ્વેતાંબરી હતી જેના ફેટા પણ લેવાયા છે, પરંતુ બાદ આગ્રહને વશ બની દિએ તે મૂતિઓ, પ્રમાણે વગેરે હટાવી દીધાં છે. બટેશ્વરનું મંદિર યતિછના મદિર તરીકે પ્રસિદ્ધ હતુ. ૧૯૧૫ સુધી ૩. યતિજી વ્યવસ્થા કરતા હતા. દિ ગ્રંથમાં તે દ્વારકાના પાંડરૂપ શૌરીપુરને ઉલ્લેખ મળે છે એટલે દિગંબરનું તીર્થ નથી છતાં લઢે છે. શૌરીપુરમાં ચેતરફ ખોદકામ કરવાથી ઘણી નવીન વસ્તુઓ મળે તેમ છે. હાલમાં વર્ષાદમાં ધોવાઈ જતાં સીક્કા, પુરાણી ઇટ વગેરે મળે છે. અહીં આવ * અહીં આજુબાજુ જેનેની વસ્તી ઘણી હતી, મંદિરે પણ હતાં. પીરાજાબાદ, ચંદાવાડી, સુપડી (૨પડી) જેને માટે હીર સૌભાગ્યમાં લખ્યું છે, સનીખે પતીપુર અહી થી રૌરીપુર નજીક છે. આ બધે સ્થાને જિનમંદિરો હતા. ચાંદાવાડી ફરેજાબાદથી દક્ષિણે ત્રણ માઈલ દૂર યમુના કાઠે છે. તેનું બીજું નામ સાફિયાબાદ છે. અહીં પુરાણુ જિનમંદિરનાં ખડિયે ઊભાં છે; શિખર છે, થાભલા છે. અહીં એક પ્રાચીન સ્ફટિકની મૂર્તિ હતી. અને ઉલેખ આ પ્રમાણે મળે છે. ચંદ્રપ્રભ ચંદવાડમાં રૂપડી રાખું પ્રેમ. પૃ. ૧૨ ચંદવાડિમાહે સુખદાતા ચંદ્રપ્રભ વદે વિખ્યાતા. ૧૪ રફટિક રનની મૂર્તિ સોહે ભવિ જનન દીઠાં મન હે. પૃ. ૭૪ તિલાંથી જઈઇ ચદવાડ કરી નિરમલ કાય, ચંદ્રપ્રભુ પૂછ કરી વલી કીધ પમાણુ સરપનિયરિ જઈ કરી કીજઈ મેહાબુ. પૃ. ૨૩ આ મૂતિ ત્યાંના માળાના હાથમાં ગઈ. તે પૈસા લઈને યાત્રિકોને દર્શન કરાવતા આ મૂર્તિ દિ, એ લઈ પિતાના મદિરમાં પધરાવી છે. થોડા વર્ષ પહેલાં જ આ પ્રસંગ બન્યો છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy