SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૫૧૩ : શિૌરીપુરી” શૌરીપુરી યદુકુલતિલક બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથંજી ભગવાનની જન્મભૂમિ તરીકે, આ સ્થાન બહુ જ પ્રસિદ્ધ છે. શૌરીપુરની સ્થાપનાને પ્રાચીન ઉલેખ વસુદેવહિંડી જેવા પ્રાચીન ગ્રંથમાં આ પ્રમાણે મળે છે. હરિવશમાં સોરી અને વીર નામના બે ભાઈ હતા, જેમાં સોરીએ સોરીયપુર વસાવ્યું અને વરે વીર વસાવ્યું. સોરીને પુત્ર અંધકવૃણિ હતે જેને ભદ્રા રાણીથી (તેમનાથ ભગવાનના પિતા) વગેરે દસ પુત્ર તથા કતી અને માધી એમ બે પુત્રીઓ જન્મી. વીરને પુત્ર ઉગ્રસેન થશે. ઉગ્રસેનને બધુ, સુબંધુ અને કંસ વગેરે પુત્રો થયા.” આ સિવાય આગમ ગ્રથ જેવાં કે શ્રી સમવાયાંગ સૂત્ર, ઉત્તરધ્યયન સૂત્ર, આવશ્યકનિયુક્તિ, કલ્પસૂત્ર આદિ સૂત્ર તથા અનેક ચરિત્રગ્રંથોમાં શ્રી નેમિનાથ ભગવાનની જન્મભૂમિ શ્રી શૌરીપુરને, અને તેના વિભવને સવિસ્તર ઉલ્લેખ મળે છે. આ પ્રદેશમાં જૈનોનું સામ્રાજ્ય હતું. ઉત્તર પ્રાંતમાં પ્રાચીન કાલમાં મથુરા અને શૌરીપુર જૈનપુરી કહેવાતી. આજે આ મહાન નગરીમાં થોડાં ઝુંપડાં જ વાસ કરે છે. પુરાણું શૌરીપૂરી તે યમૂનાના તેફાની પ્રવાહમાં તણાઈ ગઈ છે. આજ તે ત્યાં ચેતરફ પહાડીઓ અને ટીંબા ટીલા) ઊભા છે. એક ઊંચી પહાડી ઉપર જન શ્વેતાંબર મદિર, જૈન શ્વેતાંબર ધર્મશાલા જે ૫-૬ માઈલ દૂરથી દેખાય છે. સફેદ દૂધ જેવું મંદિર દરથી બહુ જ આકર્ષક અને રળીયામણું લાગે છે. મંદિર પણ સરસ અને સુંદર છે, પરમશાન્તિ અને આનંદનું ધામ છે. વેતાંબર જૈન સ છે જૂના મદિરને જીદ્ધાર કરાવી નવું મંદિર બંધાવ્યું છે. મળનાયક શ્રી નેમનાથજી ભગવાનની શ્યામ પ્રતિમાજી ભવ્ય અને વિશાળ છે, મદિરાની સામે નાની જૂની ધર્મશાલા છે, તેની પાસે બહુ જ ઊંડે મીઠા પાણીને ફ છે, અને તેની નજીકમાં કલકત્તાનિવાસી બાબુ લમીચંદજી કર્ણાવટના સુપુત્રાએ એક વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા બંધાવી છે. અહીં જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ ૧૬૪૦માં યાત્રાએ * અરિષ્ટનેમિ-જન્મસ્થાન શૌરીપુર, પિતાનું નામ સમુદ્રવિજય રાજા અને માતાનું તુમ શિવદેવી રાણી હતું. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ રવમમાં અવિષ્ટ એટલે કાળા રત્નની રેલ દીઠી તથા આકાશમાં ચક્ર ઉછળતું દીઠું એવો પ્રભાવ જાણી પુત્રનું અરિષ્ટનેમિ નામ રાખ્યું હતું તથા બીજું નામ શ્રીનેમિનાથ રાખ્યું હતુંતેમનું દશ ધનુષ્યનું શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય હતું. શ્યામવર્ણ અને લંછન શંખનું હતું,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy