SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાર ] : ૪૬૫ : ગીરડી ગીરડી શિખરજીની યાત્રાએ આવતા યાત્રિકોને શિખરજી પહોંચવાના બે રરતા છે એક તે ગીરડી, જુવાલુકા થઈ રધુવન-શિખરજી. બીજે રસ્તે પારસનાથ હીલ સ્ટેશનથી સીધી સડકે મોટર દ્વારા મધુવન થઈ શિખરજી જવાય છે. અમે પાવાપુરીથી ચાલી પગરસ્તે નવાદા-કોડારમાઝ થઈ ગીરડી આવ્યા. ગીરડીમાં એક સુંદર શ્વેતાંબર જિનમંદિર અને રાયબહાદુર ધનપતસિહજીએ બંધાવેલ સુંદર વિશાલ ધર્મશાળા છે વેતાંબર જૈન યાત્રીઓ અહીં જ ઉતરે છે. સામે જ રેલવે સ્ટેશન છે, એટલે યાત્રીઓને અનુકૂળતા સારી રહે છે. સાધુઓ પણ આ જ ધર્મશાળામાં ઉતરે છે. અહી થી ૧૮ માઈલ દૂર મધુવન છે. ગ્રહોને માટે વાહનની સગવડ મળે છે. રોજ મેરે દોડે છે. ગીરડીની આસપાસ કોલસાની ખાણે પુષ્કળ છે તેમજ ગામને ફરતાં ચોતરફ રેલવે પાટા પથરાયા પડ્યા છે. ગામમાં સાઝ અને સવારમાં તે ધૂમાડો જ ધૂમાડા દેખાય છે. મંદિર છે અને ધર્મશાલાની વ્યવરથા શ્વેતાંબર પેઢી તરફથી રાખવામાં આવે છે, વ્યવસ્થાપકોએ વ્યવસ્થા સુધારવાની જરૂર છે. હજુવાલુકા લાગવાન શ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું સ્થાન છે. બ્રાકર નદીને કાંઠે જ નાની સુદર શ્વેતાંબર જૈન ધર્મશાળા છે, તેની પાછળ કી વીરપરમાત્માનું નાનું નાજુક અને ભવ્ય મંદિર છે. અંદર શ્રો વીરપ્રભુની પાદુકા છે. જે સ્થાને પ્રભુ શ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉપર્યું હતું તે બાજુવાલુકા નદીને અત્યારે બ્રાફર નદી કહે છે, કિન્તુ વસ્તુત. નદીનું નામ બ્રાકર નહિ પરંતુ બાજુપાલ (વાજીવાલ) છે. નદીની એક બાજુ બ્રાકર ગામ હોવાથી અને તેની પાસેથી જ નદી વહેતી હોવાથી તેનું નામ બ્રાફર પડયું છે. બાકી ખરી રીતે નદીનું નામ રાજીપાલ જ છે તેમજ હાલના આપણું મદિરથી નદી તરફ જ ત્રણેક માઈલ દૂર જમા ગ્રામ પણ વિદ્યમાન છે, તેને જમગામ પણ કહે છે. ત્યા શાલનાં વૃક્ષનું ગાઢ • આ પારસનાથ હિલસ્ટેરોનનું નામ છે. અહી સ્ટેશન સામે જ શેઠ આણંદજી કપાબુજીની પેઢીની ધર્મશાળા છે ત્યાં મુનિમ અને બીજા માણસો રહે છે, જેને પેઢી તથા શિખરજી પહાડની પૂરેપૂરી વ્યવસ્થા જાળવે છે યાત્રિ અહીંથી નીમીયાવાટને રને થઈ રસીલા પહાડ ઉપર પાર્જન થ ભગવાનની ટુંક ઉપર જઈ શકે છે. ટંકની નીચે જ એક ડાક બગલે છે, પરંતુ યાત્રીઓને તે મધુવનમાં રહેલા જિનમંદિરનાં દર્શનનો લાભ મળે અને બીજી પણ બધી અનુકૂળતા રહે માટે સ્ટેશનથી મધુવન જઈ છે. કાઠી માં ઉતરી પછી જ શિખરજી પાડ ઉપર જવું ઉચિત છે. * કેડારમાપાં અબરખની ખાણે પુષ્કળ છે. પે એ જબલ પણ વળી પૂછે છે, ૫૦
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy