________________
પાવાપુરી
૪૬૪ :
[ જૈન તીર્થોને પંચરાત્રી નિવર્સે સા ચિ૦ નરનારીના વૃજ, જી
દાનપુણ્ય પૂજા કરે ચિ૦ જનમ સફળ કરે નદ, ૦ ૧૧ પાવાપુરીની મહત્તાસૂચક નીચેના પ્રાચીન પદ્યો ખાસ મનનીય છે. જલ'મદિરમાં કેટલી મૂર્તિઓ હતી તે આજથી ત્રણ વર્ષ પહેલાં યાત્રાએ આવેલ વિદ્વાન જેન સાધુ શું લખે છે તે પણ જુઓ.
કનક કમલ પરિય તક પાય પાવાપુરી આવઈ નિણરાય, ઉર ઈન્દ્રભૂતિ પ્રમુખ ઈચાર યજ્ઞકર્મ કરઈ તેણુંવાર; સઈ માલીસ બ્રાહ્મણ મિલ્યા મિશ્યામતિ મોહઈ ઝલહલ્યા. ૭ મન અભિમાન ધરી આવી આ નામ લઈ જિન લાવી; મન સંશય ટાલઈ જિણવરૂ દેઈ દીક્ષા થાખ્યા ગણધરૂ ૭૪ સઘ ચતુર્વિધ થાપી તામ વિચરણ દેસ નયરપુર ગ્રામ; ભવિકજીવ પ્રતિબંધિ કરી, અનુક્રમ આવઈ પાવાપુરી. ૭૫ જીવિત વરસ બત્તી જાણું પુણ્ય પાપ ફળ કહઈ સુજાણ, પધાન અધ્યયન મનિ ભાવ ધિર મુગતિ પહેતા શ્રીમહાવીર, ૭૬ ગૌતમસ્વામી કેવલ વરઈ સઠી ઈન્દ્ર મહેચ્છવ કરશે, સઘ ચતુવિધ હર્ષ અપાર જગમાં વત્ય જયજ્યકાર. ૭૭ વીર જિણસર ગણધરવાદ, પૂછે પગલાં તિહાં પ્રાસાદ, સુગતિ પહેતા જહાં જિન વલી, પૂજી જઈ પગલાં નીરમલી. ૭૮ સરેવરમાહી શુદ્ધ વિહાર, જાણે ભવિયણને આધાર, જિનપ્રતિમા પચ પગલાં હવે પૂછ પ્રણમી કીજઈ સેવ. ૭૯
(વિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પ. ૩૧) કનક સરવર વીચ છે, ચિ. જીવનિની રાસ, જી પિણ કેઈ વધ નવિ કરે ચિ. અમર દેવની ભાસ, જી. ૯
આ તીર્થને છેલે ઉદ્ધાર હાલમાં જ બિકાનેરનિવાસી પુનમચંદજી શેઠી આ તરફથી જાલમદિરને આરસમય બનાવી થયો છે. તેમની તરફથી મદિર નિમિત્તે સવા લાખ રૂપીઆ ખર્ચાયા છે. કેરખાનું અને તળાવથી મદિરની સડકને પુલ બાંધવા માટે રૂા પાંસઠ હજાર મુંબઈનિવાસી બાબુ પન્નાલાલજી તરફથી બચવાના છે. આ દેરાસર નિરખતાં જ તાજમહાલ યાદ આવે છે. જેનેઝું તાજ હીએ તે પણ ખોટું નથી. પૂર્વના સર્વે તીર્થો પૈકી આ તીર્થની વ્યવસ્થા, ઉઘલતા વગેરે પ્રથમ પંકિતની છે.