SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ - - [ જૈન તીર્થને બકાલુકા જંગલ પણ છે. આપણે ત્યાં કેવળજ્ઞાનરથાન માની પૂજીયે છીએ ત્યાં તરફ શાલનાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં હતાં, પરંતુ હમણાં થોડાં વર્ષો પહેલાં જ તે ઝાડે કપાવી નાખવામાં આવ્યા છે. એટલે અત્યારનું જમકગ્રામ એ જ સંભીથ (જ્ન્મક) ગ્રામ છે, અને ત્રાજીપાલ નદી એ જ સવાલુકા છે. જે રથળે પ્રભુને કેવળજ્ઞાન થયું છે અને જે સ્થાને પ્રભુએ પ્રથમ દેશના આપી છે તે સ્થાનનું વાતાવરજી એટલું બધું શાંત અને પૂનિત છે કે આપણને ત્યાંથી ઉઠવાનું મન જ ન થાય, બાર બાર વર્ષે પર્યત ઘોર તપશ્ચર્યા કરી, જે સ્થાને ભગવાન શ્રી મહાવીરદેવે અણમલ રન-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સ્થાનના અણુએ અણુમાં હજી પણ અપૂર્વ શક્તિ ભરી છે. જે મહાપુરુષે કેવળજ્ઞાનરૂપી મહાન રન પ્રાપ્ત કરી તેને પ્રથમ પ્રકાશ જે સ્થાનેથી પ્રગટ કર્યો ત્યાં હજી પણ તેવા વાતાવરણનું મધૂર ગુંજન ચાલતું હોય એમ ભવ્ય ભક્તોને જરૂર લાગે છે, જે સ્થાને પ્રભુ મહાવીરદેવે કલધ્યાનના બે પાયા વટાવી ત્રીજાને આરંભ કરી જે વખતે કેવળજ્ઞાનને સાક્ષાત્કાર કર્યો તે સ્થાને બેસી આપણને પણ તેમ કરવાનું મન તે થાય છે. પરંતુ માણના એક યાદ આવી જાય છે આત્મવિશુદ્ધિની અપૂર્વ જડીબુટ્ટી અહીં ભરી છે. હવ્યને હચમચાવી મનુષ્યને પિતાના પૂર્વકૃત્યનું પુનઃ પુનઃ રમરણ કરાવી, પશ્ચાત્તાપના અગ્નિમાં તપાવી, આત્મ વિશુદ્ધિ કરાવે તેવું પુનિત આ સ્થાનનું વાતાવરણ અદ્યાવધિ વિદ્યમાન છે. આત્માથીઓએ અહીં આવી એક વાર અવશ્ય અનુભવ કરવા જેવો છે. બીજી નદીઓ ઘણું હશે, શાંત વાતાવરણ પણ હશે કિન્તુ અહીંના વાતાદરણમાં જ કઈક અપૂર્વ ભવ્યતા, કાંઈક તાઝગી અને પવિત્રને ભરી છે, કે આત્માને અપૂર્વ વીર્ય સારવવા પ્રેરે, ઉચ્ચ અતીવ આદર્શને પ્રાપ્ત કરવા લલચાવે અને વિભાવ દશાને ત્યાગ કરાવી, રવભાવ દશામાં રમણ કરાવી, આધ્યાત્મિક સુખની સાચી ઝાંખી કરાવે તેવું આ સ્થાન છે. જે મહાનુભાવને બહિર્મુખ વૃત્તિઓને ત્યાગ કરી આંતરસુખદશા પ્રાપ્ત કરવી હોય, આમિક આનંદના અનહદ નાદને અનુભવ કરે હોય તેઓ એક વાર અહી જરૂર આવે, ખાસ કરીને શ્વેતાંબર નિ મંદિરથી પૂર્વ ઉત્તર તરફ બે એક માઈલ દૂર જઈ બેસવાથી, ડીવાર નિશ્ચિત મને ધ્યાન કરવાથી કઈક અપૂર્ણતાનું જ્ઞાન જરૂર થશે જ થશે. આ સ્થાન પર કેટલાક મહાનુભાવે એમ કહે છે કે-આ સ્થાપનાતીર્થ છે. અમારી દષ્ટિએ એ વાત લગારે સાચો નથી લાગતી. અહીંથી ભગવાન શ્રી મહાવીર દેવ પાવાપુરી ગયા છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે આ સ્થાનથી પાવાપુર (અપાપાપુરી) ૧૨ જન દર છે. આજે પણ પ્રાયઃ અહીંથી પાવાપુરી એટલી જ દૂર છે. પગરસ્તે લગભગ સે માઈલ દૂર અહીંથી પાવાપુરી છે. બાર એજનની દષ્ટિએ આ વસ્તુ બરાબર મળી રહે છે. બીજી જગ્રામ અને
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy