SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણુયાજી. ૪૫ર : [ જેને તને રથાને તૃપ હેવાનું જણાવે છે, પરંતુ અત્યારે તેમાંનું કશું વિદ્યમાન નથી. શ્રી વિજ્યજીએ પિતાની સમેતશિખર તીર્થમાળામાં ગૌતમ ગણધરના નિવાસસ્થાન તરીકે આ રથાનને ઓળખાવ્યું છે તે તે રાજગૃહીની અપેક્ષાએ છે. વડગામ તે વખતે રાજગૃડીનું તદ્દન નજીકનું જ નાનું ગામ હોય એમ લાગે છે. શ્રાવકો માટે તો બિહારથી રાજગૃહી જતી લાઈનનું નાલંદા સ્ટેશન આવે છે. ત્યાંથી વડગામ (કુંડલપુર) બે માઈલ અને નાલંદા દોઢ માઈલ દૂર છે. કેટલાક ભાવિક શ્રાવકે તે ગાડામાં જાય છે–પગ રીતે જાય છે એટલે પાવાપુરીથી બિહાર થઈ કુંડલપુર થઈ રાજગૃડી જાય છે. નાલંદા B B L, નું સટેશન છે અને કુંડલપુરનું પિસ્ટનું ગામ સિલાય છે. કુંડલપુર તીર્થની વ્યવસ્થા વેતાંબર પેઢીના મેનેજર બાબુ ધનુલાલજી સુચતિ કરે છે. ગુણાયા છ– (ગુણશીલવાન ચૈત્ય-ઉદ્યાન) પાવાપુરીથી ૧૨ માઈલ દૂર, અને રાજગૃહથી પહાડને તે પણ ૧૨ માઈલ દૂર આ રથાન ગુણશીલ વન-ઉવાન તરીકે પ્રસિદ્ધ છે. જેને અત્યારે કે ગુણાથાજી તરીકે ઓળખે છે. ગુણશીલ વન-ઉધાનમાં ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી ઘણી વાર પધાર્યા છે. દેવોએ સમવસરણ રચ્યું છે અને પ્રભુએ ઉપદેશ આપે છે.' અત્યારે એક નાના સુંદર તળાવની વચમાં જિનમંદિર છે. ચેતરફ ખેતરદૂર દૂર પહાડે અને વચમાં આ સ્થાન બહુ જ સુંદર લાગે છે. તળાવમાં પાણું થોડું રહે છે. પાવાપુરી જલમંદિર જેવી રચના કરવાની ભાવના હશે પરંતુ પાવાપુરી જેવી અનુકૂલતા નથી. મંદિરમાં જવા માટે નાની પાજ બાંધેલી છે. મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે; બાજુમાં શ્રી મહાવીર ભગવાન અને ગૌતમ ગણધરની પાદુકાઓ છે. બન્ને ઉપર ૧૬૮૬ અને ૧૬૮૮ ના લેખો છે. અગ્નિ ખૂણાની છત્રીમાં વીસ તીર્થંકર દેવોની પાદુકાઓ છે. વાયવ્ય ખૂણાની છત્રીમાં નેમિનાથજીની પાદુકા છે. નેઋત્ય ખૂણાનો કરીમાં પક્ષદેવની પાદુકા છે અને ઈશાન ખૂણાની છત્રીમા વાસુપૂજ્ય સ્વામિની પાદુકા છે. તળાવને કિનારે-મદિરની બાજુમાં ધર્મશાલા છે, ત્યાં એક સુનિમ રહે છે. આથી નવાદા સ્ટેશન બે જ માઈલ દૂર છે. ગુણાયાછ ગામ દૂર છે અઠ્ઠથી પહાડી * રસ્ત ગયાજી ૩ર માઈલ દૂર છે. વિજયસાગરજીપતાની સમેતશીખર તીર્થમાલામાં આ , રથાનનું વર્ણન નીચે મુજબ આપે છે. *ગુણશીલ વન-ચેય રાજગૃહની પાસે હતું. વિવિધ તીર્થકલ્પમાં વૈભારગિરિ કલ્પમાં ગુલુશીલન માટે તેમણે નીચે મુજબ લખ્યું છે – "अत्र चासद्गुणसि(शिक चैत्य शैत्यकरं दृशाम् । श्रीवीरो यत्र समयममारगणशः प्रमुः ॥१५||"
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy