SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪૫૩ : રાજગૃહી , ગામ ગુણાઉ જણ કહઈ ત્રિહ કેસે તસ તીરાજી, , ચૈત્ય ભલું જેહ ગુણસિંલં, સમેસથી જહાં વીરજી.” ગાથા ૧૭ • રાજગૃહી કુંડલપુરથી ૪ કેશ દૂર રાજગૃહી નગરી છે. રાજગૃહી નગરી બહુ જ પ્રાચીન સ્થાન છે. વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના અવન, જન્મ, દીક્ષા અને કેવળ એમ ચાર કલ્યાણક અહીં થયા છે ત્યારપછીને જરાસંધને ઈતિહાસ થોડા જ ઉપલબ્ધ થાય છે, પરંતુ છેલ્લા ત્રણ હજાર વર્ષથી પણ પહેલાને ઈતિહાસ જૈન ગ્રન્થમાં શંખલાબધ મળે છે. પરમ અતપાસક ભાવી તીર્થકર મગધસમ્રાટ મહારાજ બિંબિસાર(શ્રેણિક)ના પિતા રાજા પ્રસેનજીતની રાજધાની આ જ નગરી હતી; તેમજ રાજા શ્રેણિકે પણ રાજગૃહીને જ પિતાની રાજધાનીનું પાટનગર રાખ્યું હતું. મગધની રાજધાની રાજગૃહનગર હતું. ભગવાન શ્રી મહાવીર દેવ અહી ઘણી વખત પધાર્યા હતા. આઠમું ચાતુર્માસ અહી થયું છે. રાજગૃહીના નાલંદા પાડામાં તો અનેક ચોમાસા થયા હતા, જ્યારે નજીકના ગુણશીલવાન ઉદ્યાનમાં પણ વિચરી જ્ઞાનપ્રકાશ જગતમાં ફેલાવ્યું હતું. ભગવાન શ્રી મહાવીરદેવના અગિયાર ગણધરે અહીં નજીકમાં જ પહાડ પર નિવાણપદ પામ્યા હતાં. અન્તિમ કેવલી શ્રી જસવામી, ધનાજી, શાલિભદ્ર, મેવકુમાર, સુલતા, શ્રાવિકા વિગેરે વિગેરે અનેક મહાપુરૂષે આ નગરમાં જ જમ્યા હતા. અને શ્રી વીર પ્રભુને ઉપદેશામૃત પીને વૈરાગ્ય પમી દીક્ષિત પણ આ જ નગરમાં થયા હતા. બુદ્ધિનિધાન મંત્રીશ્વર શ્રી અભયકુમારે પણ અહીજ દીક્ષા લીધી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન પગ આ જ નગરીમાં થયું હતું. વિશ્વાદ્રિ નજીકના જયપુરના રાજા વિંછના પુત્ર પ્રસિદ્ધ ચેર પ્રભવાજી પણ પ્રતિબોધ પામી અડી જ દીક્ષિત થયા હતા, પ્રસિધ ચેર રહણીયાજી પણ અહીં જ વૈભારગિરિની ગુફામાં રહેતા હતા, અત્યારે તે આ ઈતિહાસપ્રસિદ્ધ મહાન વૈભવશાલી નગરીનું વર્ણન વાંચીને જ સંતોષ માનવા જેવું છે, તેને પુરાણ વેરાવ અને ગૌરવ આજે ધૂળમાં રગદેળાઇ ગએલ છે. મનુષ્ય આમાંથી કેવા કેવા બોધપાઠ લેવાના છે, તેના જર્જરીત ખંડિયેર પિતાના પૂર્વના વાવ જેવા માટે જાણે મનુષ્યને બોલાવી તેમાંથી ઉપદેશ આપતા હોય તેમ ઊભા છે. રાજગૃહી અ યારે તે નાનું શહેર છે, પરંતુ ભારતના પરાતત્તરવિદ અને વિજ્ઞાનશાસ્ત્રીઓ અહીં આવે છે અને નતન શોધખોળ ચલાવે છે. મહાન વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદ્યશચંદ બેઝ અમને અહી જ મળ્યા હતા. અહીંના ઉના પાણીના કુડામાં રહેલ તત્તની શોધ કરી રહ્યા હતા. અને અમને કહ્યું હતું કે “ જેને પિતાને ક્રશૃંખલાબધ્ધ પ્રમાણિક પ્રાચીન ઇતિહાસ બહાર મૂકે તે બહુ જરૂરનું છે.” રાજગૃહી બહારથી * આ સંબંધી વિશેષ ખુલાસા માટે મારે જગદીશચંદ્ર બોઝની પ્રયોગશાળા' નામને જન જાતિમાં આવેલ લેખ જુઓ.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy