SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૪૦૩ ; માંડવગઢ " संवत् ६१२ वर्षे शुभचैत्रमासशुक्ले च पञ्चम्यां तिथौ भौमवासरे श्रीमंडपदुर्गे तारापुरस्थितपार्श्वनाथप्रासादे गगनचुम्बीशिखरे श्रीचन्द्रप्रभविस्य प्रतिष्ठाकार्य प्रतिष्ठाकर्ता च धनकुबेर शा चन्द्रसिंहस्य भार्या यमुना पुत्रश्रेयोऽर्थ प्रजगचन्द्रसूरिभिः" આ લેખને સંવત ૧૨ છે એ બહુ જ વિચારણીય છે. લેખની ભાષાશંકાસ્પદ છે શ્રી જગચંદસૂરિજીનું નામ પણ ખૂબ વિચારણુ માગે છે. (માંડવગઢની આ પ્રતિમા અત્યારે તાલનપુરમાં બિરાજે છે.) આ સિવાય એક પ્રતિમાજી ઉપર “સંવત ૨૨૨૩ વર્ષ રાજ શુરી ૭ રોકે સાવાળી” આટલું જ વંચાય છે. * એક મતિ કારખાનામાં છે જે ૧૪૮૩માં સાહિ સાંગણે ભરાવેલ છે અને પ્રતિષ્ઠા શ્રી કદરસૂરિજીએ કરેલી છે. આ મૂર્તિ શ્રી સંભવનાથ ભગવાનની છે અને ખડિત છે. માંડવગઢમાં પ્રતિષ્ઠિત અનેક ધાતુમતિઓ પણ જુદાં જુદાં સ્થાનમાં મલે છે, જેમાં સેળમી સદીના પ્રારંભથી સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીના લેખે છે. માંડવગઢમાં જેઠાશાની હવેલી પાસે ૪૦૦ મણિ અને સ્ફટિક આદિના બિ બ ભ ડાયાની વાતે સંભળાય છે. જગડુશાહે પાંચ જિનમદિરે અને ૧૧ શેર સેનાનાં તથા ૨૨ શેર રૂપાનાં બિંબ ભરાવ્યા હતાં. માંડવગઢને રાજી નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં પહોંચે મનની આશ. આ સુપાર્શ્વનાથજીની મૂર્તિ અત્યારે નથી. અને ઠેઠ રામચંદ્રજીના સમયની પ્રાચીન મૂર્તિ એક વાર અહીં મૂલનાયક તરીકે હતી. અત્યારે આ પૂનિત પ્રાચીન મૂર્તિને પત્તો નથી. ઔરંગઝેબના સમયમાં માંડવગઢની પૂરી પડતી થઈ. મંદિરો પણ વસ્ત થયાં, કૃતિઓ પણ ભડારી દેવાઈ ઠેઠ ૧૮૫રમાં એક ભિલને એક મૂર્તિ પ્રાપ્ત થઈ થોડો વખત તે પ્રતિમાજી એમજ રહ્યાં. પછી ત્યાંના જેનેને ધારે સ્ટેટના મહારાજા યશવંતરાવ પાવરને ખબર પડવાથી તેઓ અહી આવ્યા. અહીંથી હાથી ઉપર બેસારી પ્રતિમાજીને ધાર લઈ જવાને મહારાજાનો વિચાર હતો, પરંતુ દરવાજા બહાર હાથી જ ન નીકળે. છેવટે શ્રાવકના કહેવાથી ભગવાનને અહીં જ રાખવાનું નક્કી કર્યું અને એક જૂના ખાલી જોન મંદિરમાં ભગવાનને બેસાયો. પછી આ મંદિરને સુધરાવ્યું. આજુબાજુની જમીન પણ સાફ કરાવી. ૧૮૯૯માં અહીં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી ભગવાનને બિરાજમાન કર્યા. રાજાએ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy