SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ માંડવગઢ : ૪૦૨ : [ જૈન તીર્થોને રોળમી સદી પછી મુસલમાનોના આક્રમણે આ નગરીને પતનના ગર્તામાં ધકેલી દીધી. ભવ્ય અલેશાન જિનમદિર, બગલા અને બગીચાઓ, મોટાં મોટાં ભોંયરાં, ગુફાઓ જમીનદેસ્ત થયાં, મરદો બન્યાં, મકબરા બન્યા. માત્ર આજે તે જૂના ખડિયે ટીંબા અને ટેકરા ખાડારૂપે દેખાય છે. જગદગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીના પ્રશિરાન શ્રી વિજયદેવસૂરિપુંગવ, સમ્રાટ જહાંગીરની વિનંતિથી અહી પધાર્યા હતા અને તેમના સત્સંગથી બાદશાહ ખૂબ જ પ્રસન્ન થયા અને સૂરિજીને મહાતપાતું” માનવંતું બિરુદ આપ્યું હતું. આ મુલાકાત ૧૬૭૪ માં થઈ હતી. શ્રી નેમિસાગરજીને જગદીપક' નું બિરુદ આપ્યુ હતુ. ઉપાધ્યાયજી શ્રી ભાનુચંદ્રજી પણ સમ્રાટ જહાંગીરની વિનંતિથી માંડવગઢ પધાયાં હતા. સમ્રાટ અકબરની માફક જહાંગીરની પણ ભાનુચંદ્રજી ઉપર બહું શ્રધ્ધા હતી. જ્યારે જહાંગીર માંડવગઢ હતા ત્યારે તેણે ગુજરાતમાં માણસ એકલી ભાનુચ દ્રજીને પિતાની પાસે તેડાવ્યા હતા. અહીં તેણે પિતાના પુત્ર શહરયારને ભાનુચંદ્રજી પાસે ભણવા મૂક્યો હતો. ભાનુચ દ્રજી જ્યારે માંડવગઢમાં આવ્યા ત્યારે બાદશાહ જહાંગીરે શું કહ્યું હતું તે વાંચ મિથા ભૂપનઈ, ભૂપ આનદ પાયા, ભલઈ તમે ભલઈ અહીં ભાણુચંદ આયા. સહરિબાર ભણવા તુમ વાટ જેવઈ, પઢાઓ અહિ મૃતકું ધર્મ વાત. છઉ અવલ સુણતા તુમ્હ પાસિતાત ભાણદ ! કદી ન તમે હો હમારે, સબહી થકી તુમ્હ હે હમ હિ પ્યારે ” સૂરીશ્વર ને સમ્રાટ પૃ, ર૩૯ (એ. રા. સં. ભા. ૪, પૃ. ૧૦૯) જે શહેરના કિલામાં ત્રણ લાખ અને રહેતા અને સેંકડે જિનમ દિર હતાં ત્યાં આજે માત્ર નાનું ગામડું જ છે માંડવગઢમાં અત્યારે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. મલનાયકજી શ્રી શાતિનાથજીની મૂર્તિની પાછળ આ પ્રમાણે લેખ છે. " संवत १५४७ वर्षे महाशुदि १३ रखों श्रीमंडणसोनीज्ञातीय श्रेष्ठी अर्जुन सुत श्रे. गोवलमार्या हर्षु-सुतपारिप मांडणभार्या श्राविकातीलासो... मांदराजभार्या हत्वा विह्वादे द्वि. लाललतादे पुत्र २ सो. टोडरमल्लसोनी कृष्णदास पुत्री बाइ हर्षाई परिवारस." આ સિવાય તાલનપુરના મંદિરમાં મૂલનાયકની જમણી બાજુની શ્રી ચંદ્ર પ્રભુજીની પ્રતિમાજી ઉપર પ્રાચીન લેખ છે, જે આ પ્રમાણે છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy