SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ કેસ્ટા તીર્થ : ૩૪૬ : [જેન તીર્થોને છેલે વીસમી સદીના મહાન વિદ્વાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી પણ પિતાના જૈન તત્ત્વદર્શમાં લખે છે— "एरनपुरा की छावनी से ३ काश के लगभग कारंट नामा नगर उजड पड़ा है जिस जगा कारटा नामे आज के काल में गाम वसता है । यहां भी श्री महावीरजी प्रतिमा मंदिर की श्रीरत्नप्रभसरिजी की प्रतिष्ठा करी हह अब विद्यमान कालमें सोममन्दिर खडा है." કલ્પમલિકાની ટીકામાં અને રત્નપ્રભસૂરિ પૂજામાં પણ આ તીર્થની શ્રી રત્નપ્રભસૂરિજીએ કરેલ પ્રતિષ્ઠાને ઉલ્લેખ છે. કેરંટ ગચ્છના આચાર્યોની પ્રતિષ્ઠાની મૃતિઓ ૧૪૦૮ આબૂના વિમલવસહીમાં છે, જે પણ કેરટની પ્રાચીનતા જ સૂચવે છે. અહીં અજેન દેવસ્થાને પણ પ્રાચીન છે. કેરટાછમાં કાતિક શુદિ પૂર્ણિમા તથા ચિત્રી પૂર્ણિમાના બે મોટા મેળા ભરાય છે, જેમાં હજારો યાત્રિકે આવે છે. આગળ જણાવ્યા મુજબ જમીનમાંથી જે મૂર્તિઓ નીકળી છે તેમાં ધાતુ મૂતિએ ૪૦ છે. ૧૨૦૧ થી તે ૧૫૪૭ સુધીના લેખે છે અને તેના પ્રતિકાપક આચાર્યોમાં દેવસૂરિજી, શાંતિસૂરિજી, જmગસૂરિ વગેરે પ્રતિષ્ઠિત પ્રસિધ્ધ આચાર્યો નાં નામે છે. તીર્થસ્થાન શાંતિનું ધામ અને યાત્રા કરવાલાયક છે. કેરટાજી એરપુરા છાવણ રોડથી ત્રણ ગાઉ દૂર શિવગંજ છે. શિવગંજમાં સાત સુંદર મદિર, ૪ ધર્મશાળા, બે ઉપાશ્રય, આદર્શ જૈન વાંચનાલય અને ૬૦૦ ઘર શ્રાવનાં છે. શિવગંજથી કેરટાજી ત્રણ ગાઉ થાય છે. જાકેડાજી-આવી જ રીતે શિવગંજથી અઢી ગાઉ દૂર જાકેડાજી તીર્થ છે. આ તીર્થસ્થાનમાં અત્યારે મૂલનાયક શ્રી શાન્તિનાથજી છે પરન્ત પરિકરમાજોલેખ છે તેમાં તે શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિનું પરિકર છે એમ લખ્યું છે. “વિ સ. ૧૫૦ માં શ્રી યક્ષપુરીચ નગરમાં, તપાગચ્છીય કો સેમસુંદરસૂરિજી શિષ્ય શ્રી જયચંદ્ર સૂરિજીએ મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની મતિના પરિકરની પ્રતિષ્ઠા કરાવી.” જાકોડાજી જતાં સુમેરપુર અને ઉંદરીનાં પણ દર્શન કરવા યોગ્ય છે. તેમજ શિવગંજથી ઢા ગાઉ ચૂકી ગામ છે ત્યાંથી એક ગાઉ દૂર રાહબર તીર્થ છે. શ્રી વીર પ્રભુનું પ્રાચીન ભવ્ય મંદિર છે. આવી રીતે શિવગજની નજીકમાં કેરટાજી, જાતાજી અને રાહબર ત્રણ તીથ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy