SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] આરાસણ કુંભારીયાજી દય, સાધુઓની દેશના, ભરતચક્રી અને બાહુબલીનું યુદ્ધ વગેરે મહર ને હૃદયદ્રાવક ચિત્ર હુબહ આલેખેલા છે. મંદિરને ફરતી ચાવીસ દેરીઓ છે પરંતુ કેટલાકમાં મૂર્તિઓ નથી. જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જીદ્વાર શરૂ કરાવ્યો છે. મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ લગભગ રા હાથ મોટી છે. જે બેઠક ઉપર ભૂલનાયક ભગવાન બિરાજમાન છે તે બેઠક ઉપર લેખ છે જેમાં વિ. સં. ૧૧૧૮ ફાગણ શુદિ ૯ સેમવારના દિવસે આરાસણ નામના સ્થાનમાં તીર્થપતિની પ્રતિમા કરાવી, આટલી હકીકત વિદ્યમાન છે. આગળનો ભાગ ખંડિત છે. આરાસણમાં ઉપલબ્ધ લેખામાં સૌથી પ્રાચીન લેખ આ છે. આ લેખ ઉપરથી મંદિરની પ્રાચીનતા બરાબર સિદ્ધ થાય છે. મૂર્તિ ઉપર તે સં. ૧૬૭૫માં માઘ શુદિ ૪ શનિવારે શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને સંપૂર્ણ લેખ છે. અર્થાત્ અહીં પણ મૂર્તિ ખંડિત કે નષ્ટ થવાથી પાછળથી પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ છે. રંગમંડપનાં અને આલાં-ગેખ ખાલી છે જેમાં સં. ૧૧૪૮ નજરે દેખાય છે. ગભારાની બહાર બને તરફ બે નાની અને બે મેટી ઊભી પ્રતિમાઓ છે જે ઘણી જ સુંદર અને અદ્દભુત છેમંદિરની પ્રદક્ષિણામાં જમણી તરફ સુંદર સંગેમરમર પથ્થરને સમવસરણને સુંદર આકાર (ત્રિગડે-સિંહાસન પર્ષદાસ્થાન સહિત) છે પરંતુ તે ખંડિત છે. ૩. શ્રી શાંતિનાથજીનું મંદિર આ મંદિર પણ શ્રી નેમિનાથજીના મંદિર જેવું જ વિશાલ અને ભવ્ય છે. મંદિરજીમાં પ્રવેશવાનાં ત્રણ કાર; પ્રદક્ષિણા અને બને બાજુ થઈને ૧૬ દેવાલય બનાવેલાં છે. અંદર છતમાં સુંદર અને રમ કારીગરી પણ કરેલી છે. આમાં ઘણે ભાગ ખંડિત થઈ ગયા છે. માત્ર નમૂનારૂપ એક ભાગ તદ્દન સુરક્ષિત છે. સેળ દેવાલોમાં મૂર્તિઓ નથી રહી. મંદિરમાં મૂર્તિઓ નીચે વિ. સં. ૧૧૩૮ ના ચાર લે છે તેમાં એટલું જ છે કે અમુક શ્રાવકે આ પ્રભુજીની પ્રતિમાજી. કરાવ્યાં. એક ૧૧૪૬ ને પણ લેખ છે. બહારના ગેખલાઓમાં પણ વિ. સં. ૧૧૩૮ ના લેખે છે. કેટલાંક તેર અને ઘુમ્મટેની આકૃતિ શ્રીમહાવીરસ્વામીના મંદિર જેવી જ છે. મૂલનાયક શ્રીશાન્તિનાથ ભગવાન નીચે લેખ નથી. પ્રતિમાજી ઘણું જ પ્રાચીન અને સ પ્રતિરાજાના સમયનાં હોય એમ જણાય છે. સુંદર કેરણી અને બાંધણી ખાસ જોવા જેવી છે. ૪શ્રી પાર્શ્વનાથજી આ મંદિર પણ શ્રી નેમિનાથજીના મંદિર જેવું વિશાલ અને મને રમ છે. છતમાં રહેલી અદ્દભુત કેરણું, વિવિધ આકૃતિઓ, તેના ખભા, કમાને, તરણ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy