SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ આરાસણ-કુંભારીયાજી : ર૯૮૬ [ન તીર્થોનો જવાબ આપે, જેથી માતાએ ગુસ્સે ભરાઈ તેને કહ્યું કે જે જીવવું હોય તે નાશી જા. વિમલશાહ મંદિરના એક ભોંયરાદ્વારા આખૂ ઉપર નીકળે. બાદ માતાજીએ પાંચ દેવાલય સિવાય બાકીનાં બધાં મંદિરો બાળી નાંખ્યાં. આ દંતકથામાં કેટલું સત્ય છે તે જાણવાનું બીજું સાધન આપણી પાસે નથી પરંતુ ત્યાંની પરિસ્થિતિ જોતાં ત્યાં કેઈ જવાલામુખી ફાટવાથી આ પ્રસંગ બન્યા હોય એમ લાગે છે. ફાર્બસ સાહેબ પણ એમ જ માને છે કે અહીં ક્વાલામુખી ફાટય હશે. બીજું એ પણ છે કે અહીં ૩૬. મંદિરે હતાં કે કેમ તે સંબંધી કે હકીક્ત અન્યત્ર ઉપલબ્ધ થતી નથી એટલે ઉપર્યુક્ત દંતકથા કેટલી સાચી છે તે વિચારણીય પ્રશ્ન છે. ૧. શ્રી નેમિનાથજીનું ભવ્ય મંદિર આરાસણનાં પાંચ મંદિરમાં શ્રી નેમનાથજીનું મંદિર સૌથી મોટું અને મહત્વનું છે. ત્રણ માળનું વિશાલ મદિર છે. મંદિરનું શિખર તારંગામાં આવેલા મંદિરના ઘાટનું છે. મંદિરના ખં, અદરની છત અને ગુમ્બજેમાં આબૂજીના મક્રિ જેવું સુંદર બારીક કેરણીકામ છે. પરસાળના એક સ્ત ભ ઉપર ૧૨૫૩ માં આસપાલે આ સ્થંભ બનાવ્યાને લેખ છે કેટલાંક તારણે અને કમાને આબુના દેલવાડાના વિમલશાહના મંદિરે જેવી સુદર કેરણવાળી છે. મદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથજીના આસનમાં લેખ છે-કે-૧૯૭૫ના માઘ સુદ ૪ શનિવારે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂરિજી અને પં. શ્રી કુશલસાગરગણિએ પ્રતિષ્ઠા કરી છે ઉ. શ્રી ધર્મસાગર ગણિજીએ તપાગપટ્ટાવલિમાં જણાવ્યું છે કે શ્રીવાદિદેવસૂરિજીએ (વિ. સં. ૧૧૭૪–૧૨૨૬) આરાસણમાં શ્રીનેમિનાથજીની પ્રતિષ્ઠા કરી હતી (સાવ નેમિનાથ ઘતિ કૃતા) આથી જણાય છે કે પહેલાં શ્રીવાદિદેવસૂરિપ્રતિષિત મૂર્તિ હશે, પાછળથી તે પ્રતિમાજી ખડિત થવાથી વેહરા રાજપાલે આ નવી પ્રતિમાજી બનાવી વિજયદેવસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી છે એમ જણાય છે. આ સિવાય એ જ મદિરછમાં ૧૩૧૦, ૧૩૩૫, ૧૩૩૭, ૧૩૪૫ ના સમયના લેખો છે. પ્રતિષ્ઠાયક આચાર્યોમાં શ્રીજિનભદ્રસૂરિ, શ્રીપરમાનંદસૂરિ, નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ ની સંતતીમાં થયેલા શ્રીચંદ્રસૂરિ, સમપ્રભસૂરિ શિષ્ય શ્રોવર્ધમાનસૂરિ, અજિતદેવસૂરિશિષ્ય શ્રીવિજયસિંહસૂરિ, શ્રીચકેશ્વરસૂરિજી આદિનાં નામે મળે છે. શિલાલેખે અને તેના ઈતિહાસ માટે જુઓ પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨, ૫. ૧૬૫ થી ૧૫ ૨. શ્રી મહાવીર સ્વામીનું મંદિર શ્રીનેશ્વિનાથના મંદિરથી પૂર્વમાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. મંદિર ઘણું જ મજબૂત અને સુંદર આરસનું બનેલું છે. રંગમંડપની છતમાં બહુ જ સુંદર બારીક કેરણું કરેલી છે. તીર્થકરના સમવસરણના દેખા; નેઅિનાથજીની જાનનું
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy