SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ઇતિહાસ ] * ૨૯૭ : આરાસણ-કુંભારીયાજી સ્થાપના કરી. (૪૫) ખરેખર સૂત્રધાર-શિલ્પીઓમાં શ્રેષ્ઠ શ્રી શોભનદેવનું નામ અહીં ચૈત્યરચનાના શિપથી યથાર્થતાને પ્રાપ્ત થયું છે. (૪૬) આ પર્વતના નાનાભાઈ મિનાકનું (ઈન્દ્રના) વજથી (કપાઈ જવાના ભયે) સમુદે રક્ષણ કર્યું, અને આના(અબુદાચળ)વડે મુદ્રાવાળા સંપત્તિવાળા (ચેલા) બે દંડનાથક મંત્રીશ્વર (વસ્તુપાળ-તેજપાળ) ભવથી રક્ષાયા. (૪૭) દવ (કર્મસાગથી) સ્વેચ્છાએ ખંડિત કરેલાં આ બે તીર્થોને બે જણાએ શક સંવત ૧૨૪૩ માં ઉધ્ધાર કર્યો (૮) તેમાં પ્રથમ તીર્થના ઉધ્ધાર કરનાર મહણસિંહના પુત્ર લલલ હતા અને બીજા વ્યવહારી (વેપારી) ચંડસિંહના પુત્ર પીથડ ઉદ્ધાર કરનારા થયા. (૪૯) ચૌલુક્ય કુલમાં ચંદ્રમા જેવા શ્રીકુમારપાળ ભૂપાળે આ પર્વત)ના ઊંચા શિખર ઉપર વીર પ્રભુનું મંદિર બનાવ્યું. (૫૦) તે તે કુતુહલેથી વ્યાસ, તે તે ઔષધિઓથી સુંદર અને અનેક તીર્થોમાં પવિત્ર એવા અબુદગિરિને ધન્યશાળી પુરુ જુએ છે. (૫૧) કાનને અમૃત સમાન (લાગત) શોભાભર્યો આ અબુદકલ્પ શ્રીજિનપ્રભસૂરિએ રચ્ચે તેને ચતુર પુરુષે જુઓ-અનુભવે. (૧૨) આરાસણ-કુંભારીયાજી આબૂ પર્વતની પાસે આવેલા અંબાજી નામના હિન્દુઓના પ્રસિધ્ધ દેવસ્થાનથી દક્ષિણપૂર્વ દિશામાં દેઢ માઈલને છે. કુંભારીઆ નામનું જે ન્હાનું સરખું એક ગામ વસે છે તે જ પ્રાચીન આરાસણું તીર્થ છે. અહીં જેનેનાં પાંચ ભવ્ય સુંદર જિનમંદિરે વિદ્યમાન છે. મંદિરની કારીગરી અને બાંધણું ઘણું જ ઊંચા પ્રકારની છે. આ બધાં મંદિરે આબૂના મંદિરે જેવાં ધોળા આરસપહાણનાં બનેલાં છે. સ્થાનનું જૂનું નામ “આરાસણુકર” છે તેને અર્થ “આરસની ખાજી” એ થાય છે. જેને જોતાં આ નામની યથાર્થતા તુરત જણાઈ આવે છે. પવે આ સ્થળે આરસની મોટી ખાણ હતી, આખા ગુજરાત પ્રાંતમાં અહીંથી જ આરસ જતે હતે વિમલશાહ અને વસ્તુપાલ તેજપાલ આદિએ આબુ વગેરે ઉપર જે અનપમ કારીગરીવાળાં આરસનાં મંદિર બનાવ્યાં છે તે આરસ આ જગ્યાએથી જ લઈ જવામાં આવ્યા હતા. ઘણુંખરી જિનપ્રતિમાઓ પણ અહીંના જ પાષાણની બનેલી હોય છે. તારંગા પર્વત ઉપરના મહાન મંદિરમાં જે અજિતનાથદેવની વિશાલ પ્રતિમા વિરાજિત છે તે પણ અહીંના જ પાષાણુની બનેલી છે. એક દંતકથા એવી છે કે વિમલશાહે ૩૬૦ જૈન મંદિર અહીં બંધાવ્યાં હતાં, અને અંબા માતાએ તેને દેલત પણ ઘણી આપી હતી. એક વાર અંબામાતાએ તેને પૂછયું છે કે કેની મદદથી તે આ દેવાલય બંધાવ્યાં ? વિમલશાહે કહ્યું કે* મારા ગુરુની કૃપાથી, અંબા માતાએ ત્રણ વાર આ પ્રશ્ન તેને પૂછે છતાંવિમલે એક જ જુઓ મેમસૌભાગ્ય કાવ્ય,સર્ગ ૭, પદ્ય કર-૫૭. ર
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy