SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્નમાલ : ૨૬૪: [જેન તીર્થોને પંદરમી સદીના મહાકવિ મેયે પિતાની તીર્થમાલામાં ભિન્નમાલને આ સુંદર પરિચય આપે છે. શ્રી જાલીનયરિ લિનવાલિ એકવિ. પ્રબહુ નંદ વિચાલી; નિઉ (નવું) સહસ વાણિગનાં ઘણાં પંચિતાલીસ સહસ વિપ્રતણું સાલાંતાલાં નઈ દેહરાં પ્રાસાદે જણપૂજા કરાં મુનિવર સહસ એક પિસાત આદિનગર એહવલ ભિનમાલ ઉપર્યુકત મહાત્મા કવિઓ ભિન્નમાલનું જે વર્ણન આપે છે -તે ભિન્નમાલ એક વાર ગુજરાતની પ્રાચીન રાજધાનીનું ધામ હતું. જયશિખરીના પંચાસર પહેલાનું ગુજરાતનું આ નગર કલા, સંસ્કૃતિ, વિભવ, વિદ્યા, સંરકાર અને વ્યાપારનું કેન્દ્ર ધામ ગણાતું હતું. વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું અને ભિન્નમાલના પિરવાડ, શ્રીમાલ વણિકે અને શ્રીમાલ બ્રાહ્મણે વગેરે પાટણ આવ્યા. મહામંત્રીશ્વર વિમલના પૂર્વ ભિન્નમાલથી ગાંભુ ગંભૂતા અને પાટણ આવેલા છે તે પ્રસિદ્ધ જ છે. ભિન્નમાલની સ્થાપના ક્યારે અને કેણે કરી એને ઐતિહાસિક કાવ્યમય ઉલલેખ શ્રીમાલપુરાણમાં મળે છે શ્રીમાલપુરાની માન્યતાનુસાર સતયુગમાં આ નગર શ્રીમાલ તરીકે પ્રસિધ્ધ હતું. પછી રત્નમાલ, પુષ્પમાલ અને ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ જ કથાને જેનગ્રંથકારેએ પણ જુદી જુદી રીતે રવીકરેલ છે. પ્રબન્યચિન્તામણું, વિમલપ્રબંધ, ઉપદેશકઃપવલી, ભેજપ્રબન્ધ વગેરે ગ્રંથમાં વિવિધ રીતે આ નગરની ઉત્પત્તિનું વર્ણન રસમય રીતે મલે છે જે વાંચવા રોગ્ય છે. સુપ્રસિદ્ધ “ઝલકારાત' ના કતાં શ્રી ઉદ્યોતનસૂરિજીના પૂર્વજ ગુરુ શિવચંદ્ર ગણિ મહત્તર પંજાબમાંથી વિહાર કરતા કરતા ભિન્નમાલમાં આવી સ્થિત થયાને ઉલ્લેખ કુવલયમાલા કક્ષામાં છે. ઉપમિતિભવપ્રપંચાકથાના રચયિતા સિદથી મહાત્મા પણ અહીં થયા છે. અહીં અનેક જિનાચાર્ય પધાર્યા છે અને ધર્મની પ્રભાવના, પ્રચાર અને વૃશ્વિમાં મહાન ફાળો આપે છે. સમથ જૈનાચાર્યોએ અહીના રાજપૂત અને બ્રાહ્મણે વગેરેને પ્રતિબંધ આપી “પરમાતોપાસક જેન’ બનાવ્યા છે. જેમાંથી અત્યારે પિરવાડ, ૧ કુવલયમાલા કહા એક અદભૂત પ્રાકૃત ન થાનક છે, જેના કતી શ્રી ઉોતનસરળ છે અને જે જાબાલિપુરમાં શક સંવત ૬૯૯ ના ચૈત્ર વદિ ૧૪ પૂર્ણ થઈ છે. આ ગ્રંથની મુખ્ય ભાષા પ્રાકૃત-મહારાષ્ટ્રી જેન છે. ગદ્યપદ ઉભય મિશ્રિત છે. લગભગ ૧૩૦૦ પ્રમાણ છે, (વિશેષ પરિચય માટે જે, સા. સં. ખંત તુતીય જુઓ.)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy