SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ - . . .. - - - - ઇતિહાસ ] ૨૬૫ : ભિન્નમાલ એસવાલ અને શ્રીમાલી જેને ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ-રાજપુતાના, કચ્છ, બંગાલ વગેરે પ્રાંતમાં વિદ્યમાન છે આ શુદ્ધિ અને સંગઠ્ઠનનું પ્રચાર મિશન વિક્રમની સદી પહેલેથી અહીં ચાલતું હતું અને પ્રાયઃ ઠેઠ બારમી, તેરમી સદી સુધી ચાલ રહ્યું હતું. ખાસ કરીને છઠ્ઠી સદીથી આરંભીને દસમી સદી સુધીના તે ઘણા વહીવંચાના ચોપડાઓમાં પણ ઉલ્લેખ મળે છે કે અમુક ગેત્રવાળા અમુક સમયમાં જેન થયા. વિ. સં. ૭૯૧ માં ત્યાંના શ્રીમાલીએ જૈન થયાની એક વંશાવલી મલી છે જેમાં લખ્યું છે કે નેહાના પૂર્વજો ૭૧ માં શ્રીમાળી જૈન થયા છે.” પછી એમાં જ જણાવ્યું છે કે બારમી સદીમાં પહેલવહેલું શ્રીમાલ-ભિન્નમાલનગર લુંટાયુંનગરને ભંગ થયેલ છે. (જન સાહિત્યસંશોધક વર્ષ ૧, અંક-૪ નેઢા વંશની વંશાવળી.) આ ઉપરથી ઠેઠ આઠમી સદી સુધીના ઉલેખ મલ્યા છે એટલે ભિન્નમાલ ગુજરાતની પ્રાચીન રાજધાની હતું અને ત્યાંથી જૈન ધર્મની શુદ્ધિનું મીશન સમસ્ત ભારતમાં પણ ફેલાયું હતું તેમ સહેજે સમજાય છે. જન ગાત્ર સંબધુમાં પં. હીરાલાલ હંસરાજ લખે છે તે મુજબ વિક્રમની બીજી સદીના અંતમાં અને ત્રીજીના પૂર્વાર્ધ સમયમાં ભિન્નમાલ ઉપર પરદેશી આક્રમણ થયું છે જેમાં ઘાર યુદ્ધ પછી અહીંના રાજા અજિતસિંહ મરાયા છે અને પરદેશી મહેચ્છ રાજવીએ સમૃદ્ધિથી ભરપૂર આ નગરને ખૂબ લૂંટવું અને સતાવ્યું છે. એ મ્લેચ્છ રાજવી અહીંથી અઢળક ધન, બી અને ગુલામેને સાથે લઈ ગયો છે. ત્યાર પછી લગભગ બસે વર્ષે આ નગર પુનઃ આબાદ થયું છે. વળી બસો વર્ષ પછી અર્થાત્ વિકમની આઠમી સદીમાં આરબોએ આ મહાનગરીને લૂંટી છે. આ વખતે ઘણા પરવાલ, ઓસવાલ, શ્રીમાલ બ્રાહ્મણે વગેરે દક્ષિણમાં ગુજરાત તરફ ચાલ્યા ગયા. આ જ લેકેએ ગુજરાતને પિતાનું કાયમી રહેઠાણ બનાવી ગુર્જર રાજ્યસ્થાપનામાં જયશિખરીને અને પાછળથી વનરાજ ચાવડાને હાયતા કરી છે. ચાવડા અને સેલંકી યુગના ધ્રુવતારક આ શ્રીમાલી જેનો, પોરવાલ જેનો અને શ્રીમાલી બ્રહાણે રહ્યા છે. ભિન્નમાલના પ્રાચીન નામોને સૂચક એક ઉલેખ ઉપદેશકલ્પવઠ્ઠીમાં છે જે નીચે આપું છું श्रीमालमिति यन्नाम रत्नमालमिति स्फटम् । पुष्पमालं पुनर्भिन्नमाल युगचतुष्टये ॥ १ ॥ चत्वारि यस्य नामानि वितन्वन्ति प्रतिष्ठितम् । તેમજ ના પ્રવેમાં આ નગરનાં જુદાં જુદાં નામ પડવાનાં કારની રમિક કથાઓ પણ મલે છે, જે વાંરવા દે છે. ૩૪.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy