SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ માતર ઇતિહાસ ] = ૨૫૫ : ૧૯૬ સુધી તે કરતે હો એમ શ્રી દીપવિજયજી પોતાના કાવી તીર્થ વર્ણનમા લખે છે. અર્થાત્ તે સમયે પણ ગામની સ્થિતિ સારી નહિં જ હેય. પંદર વર્ષ પહેલાં સુરતથી રેલવે માર્ગે જંબુસર થઈને શેઠ કલાણચંદ ઘેલાભાઈ ઝવેરી તરફથી સંઘ ગયે હતું જેમાં ખર્ચ ૩૦૦૦૦ રૂપીઆ લાગ્યા હતા. ત્યાર બાદ આ ક્ષેત્રના ઉદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બાદ નવીન પ્રતિષ્ઠા એ પણ કરવામાં આવી છે. ઝગડીઆઇ અને કાવી તીર્થને વહીવટ એક જ કમીટી હસ્તક ચાલે છે. માતર ગુજરાતમાં ખેડા જીલ્લાના મુખ્ય શહેર ખેડાથી ૨ માઈલ દૂર આ તીર્થસ્થાન આવેલું છે. તીર્થની ઉત્પત્તિને ઈતિહાસ નીચે પ્રમાણે મલે છે. ખેડા જીલ્લામાં મહુધા ગામની પાસે સુહ જ ગામમાં બારેટના વાડામાંથી શ્રી સુમતિનાથ પ્રભુજીની પ્રાચીન પ્રતિમાજી નીકળ્યાં હતાં. જૈનેને ખબર પડતાં ત્યાં બધા દર્શન કરવા જતા હતા. ત્યાં માતરના શ્રાવકોને સવપ્ન આવ્યું કે સહેજ * ખેડા પ્રાચીન શહેર છે, તેનું સંરકૃતમાં ખેટકપુર નામ ઉપલબ્ધ થાય છે. અહીં ૯ ભવ્ય જિનમંદિર અને ૫૦૦ ઘર શ્રાવકેના છે, શ્રી ભીડભંજન પાનાથજીનુ ભવ્ય મંદિર છે. આમાં ત્રણ માળ છે. અષ્ટાપદ વગેરેની રચના પણ દર્શનીય છે. મતિ બહુ જ પ્રાચીન અને ચમત્કારી છે. વિશેષ માટે જુઓ પ્રગટ પ્રભાવી પાર્થ નાથ પૃ. ૧૧૦. ગુજ૨ મહાકવિ ઉદયરન અહીંના હતા. એમને સાહિત્યસેવાને કાળ ૧૭૫૯ થી ૧૭૯૯ સુધી છે. એમણે ઘણા અજેને પણ જૈન બનાવ્યા હતા. તેમની ગાદી પણ ખેડામાં છે. અહીં સુમતિનસુરિ જૈન લાયબ્રેરી તથા પુસ્તક સંગ્રહ બહુ સારે છે. જૈન કલબ, જૈન પાઠશાળા, કન્યાશાળા તેમજ ૪-૫ ઉપાશ્રય છે. ભીડભંજન પાર્શ્વનાથની મૂર્તિ ખેડાથી પશ્ચિમ દિશામાં નદીને સામે પાર હરીયાળા ગામ પાસેના વા નીચેથી વિ. સં. ૧૫૧૬ નીકળ્યા છે. આચાર્યશ્રી વિજયરાજરિજી તે વખતે ત્યાં વિદ્યમાન હતા. તેમણે ત્યાં નવીન જૈને પણ બનાવ્યા. ભીડભંજન પાર્શ્વનાથની મતિની સાથે બે કાઉસ્સગ્ગીયા પણ નીકળ્યા હતા, જે ત્યાં મદિમાં જ છે. તેમજ કરીમાળાના ચાવડા રાજપુતાને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા હતા જે અત્યારે શેઠ” તરીકે ખેડામાં ઓળખાય છે. આ પછી ૧૭૯૪ મા બીજને પાર્શ્વનાથજીની ફરીથી પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. ખેડા ઉપરાંત પાટણમાં કે જેમાં સેનાની શ્રી ભીડભાજન પાર્શ્વનાથજીની પ્રતિ છે, ખંભાતના તારાપુર ગામમાં, ઉનાવામાં, ઉદયપુરમાં, સુરતમાં અને પાવાગઢમાં થી ભીમ જન પાર્શ્વનાથનો સદર દર્શનીય મંદિરો છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy