SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ કાવી : ૨૫૪ : [ જૈન તીર્થને વહુને મહેણું મારતાં કહ્યું. “વહુજી તમને હોંશ હેય તે પીયરથી દ્રવ્ય મંગાવીને બરાબર માપસર ઊંચું નીચું મંદિર બંધાવજે.” સાસુના મહેણાથી વહુને ચટકે લાગ્યું. તેણીએ તરત જ પીચરથી દ્રવ્ય મંગાવ્યું. સં. ૧૬૫૦ માં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પૂરું થયું. મદિરનું નામ રતિલક રાખ્યું અને શ્રી વિજયસેનસૂરિના હાથે જ ૧૬૫૫ ના શ્રાવણ સુદ ૯ના દિવસે શ્રી ધર્મનાથ પ્રભુની અંજનશલાકા કરી પ્રભુજી બિરાજમા કરાવ્યા. તપગચ્છપતિ શ્રી સેન સૂરીસર તે પણ સમયે આવે રે સંવત સેલ પચાવન વરસે અંજનસિલાક બનાવે રે શ્રાવણ સુદી નવમીને દિવસે ધરમનાર્થે જગ રાજેરે કાવીના બનને જિનમંદિરના શિલાલેખો પ્રાચીન જન લેખ સંગ્રહ ભા. બીજામાં નં. ૪૫૧-૪પર અને ૪૫૩-૫૪ માં પ્રકાશિત થઈ ગયેલ છે. તેમાં ઉપરની હકીક્ત નથી. તેમાં શેડી વિશેષતા છે જે નીચે આપું છું. વડનગરના ગાંધી દેપાલ શ્રી હીરવિજયસૂરિજીના ઉપદેશથી મિથ્યાત્વ ધર્મ છેડી શ્રી જિનવરેદ્ર દેવના ધર્મના ઉપાસક બન્યા હતા. જુઓ તે લેખની પંક્તિઓ " श्रीहीरसूरेरुपदेशलेशं निशम्य तत्वावगमेन सद्यः मिथ्यामतिं यः परिहाय पूर्व जिनद्रधर्मे दृढवासनाऽभूतम् " |॥ २३ ॥ આગળ તીર્થના માટે પણ લખ્યું છે કે शत्रुजयख्यातिमको दधान कावीति तीर्थ जगति प्रसिद्धं काटकामृन्मयमत्र चैत्यं दृष्ट्वा विशीण मनसे तिदध्यो ।" “શત્રુંજય તીર્થની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીર્થના ત્ય(મંદિર)ને લાકડા અને ઇટથી બનેલું છે તે બાહુઆ ગાંધીએ એક વખતે વિચાર કર્યો કે-જે આ મંદિરને પાકું બંધાવીને સદાના માટે મજબૂત બનાવવા માં આવે તે મહાન પુણયની સાથે મારી લક્ષ્મી પશુ સફળ થાય. આ વિચારથી પ્રેરાઈ તેણે સંવત્ ૧૬૪૯ માં આખું જિનમંદિર નવુ તૈયાર કરાવ્યું.” ધર્મનાથનું મંદિર બનાવનાર બાહુઆ ગાંધીના પુત્ર કુંવરજી છે. ૧૬૫૪ માં શ્રાવણ વદિ ૯ ને શનિવારે શ્રી વિજયસેનસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ છે. કાવી ગામ મહી નદી જ્યાં આગળ ખંભાતની ખાડીમાં મળે છે તેના મુખ્ય આગળ ખંભાતના સામા કાંઠે આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા જંબુસરને સઘ “ઊંચા નીચા સમઝી કરો માટે શિખર બનાવ.”
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy