SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ મુહરીપાસ : ૨૨૮: [ જૈન તીર્થોને રામસેનનું પ્રાચીન નામ રામસેચે છે. આ ગામ વાઘેલા રાજપુતેના તાબામાં છે. અહીંના જૈન મંદિર ઉપર જેનેતરને પણ ખૂબ માન, આદર, શ્રદ્ધા અને ભક્તિ છે. મદિરના ચમત્કારોથી એમની શ્રદ્ધા અને ભક્તિ વધ્યાં છે. એ લેકેને વિશ્વાસ છે કે જેન મન્દિરને પત્થર કે સળી પણ પોતાના અંગત કામ માટે વાપરી શકાય નહિં. એક વાર જૈન મંદિરને એક પત્થર એક ખેડુતે પોતાના વાપરવા માટે કાંધે ઉપાડી પિતાના ખેતરમાં કૂવા પાસે મૂકો. થયું એવું કે એ કૃ એ રાત્રિના જ પડી ગયે. હૃવારમાં ખેડૂતે આ જોયું એટલે એ પત્થર ઉપાડીને મંદિર પાસે સૂકી આવ્યો. જ આવી જ રીતે એક વાર એક ઠાકોર સાહેબે મંદિરની શિલા પિતાની બેઠકમાં સુકાવી. રાત્રિના જ ઠાકોર સાહેબને એવી પીડા-વ્યાધિ થઈ કે ઠાકોર સાહેબ મરવા પડ્યા. પછી હવારમાં જ એ શિલા ઉપડાવીને મદિરમાં સુકાવી. પછી ઠાકરશ્રીને ઠીક થયું. આવા તે અહીં ઘણાં જ પ્રસ ગે–ચમત્કાર દેખાય છે. - પ્રસિદ્ધ તીર્થમાલાના રચયિતા શ્રી શીતવિજયજી પણ આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે. નયરમાડ અનિ રામસણ પાપ પણસિ દેવ દીડિજેણુ યર આદિલ બબ પીતલમય સાર હેમતણ પરિસેહી ઉદાર રામચંદ્રનું તીરથ એહ આજ અપૂરવ અવિચલ જેહ કવિશ્રીની માન્યતાનુસાર રામચંદ્રજીના સમયનું આ પ્રાચીન તીર્થ છે અને પતલમય શ્રી રાષભદેવની મૂર્તિ કે જે સુવર્ણસમ દેખાય છે. કદાચ પહેલાં જણાવ્યા પ્રમાણે લેખવાળ પરિકરની મૂનિ હોઈ શકે ખરી. આવી રીતે ધાન્ધારનું આ પ્રાચીન તીર્થ છે. ખાસ યાત્રા કરવા લાયક છે.* અહીં યાત્રા કરવા માટે પાલનપુરથી ડીસા સુધી રેલવેમાં જઈ અને ત્યાંથી પગરસ્તે ઉંટ, ગાડાં કે ગાડી રસ્તે રામસેન જવાય છે. ડીસા રોડથી વાયવ્યમાં પણ દશ ગાઉ દૂર છે. મુહરીપાસ (ટીંટોઈ) કુરીવાર ટુરિઝવંદન (જગચિંતામણ ચૈત્યવંદન) સુપ્રસિદ્ધ જગચિતામણના શિવવંદનમાં વર્ણવાયેલું આ મુહરીપાસ તીર્થ ડુંગરપુર સ્ટેટમાં આવેલું છે. ઈડરથી કેસરીયાજી જતા આ સ્થાન આવે છે. આ સ્થાન પહેલાં મુહરી નગર તરીકે પ્રસિદ્ધ હતું, જે ગામ બાર ગાઉ લાંબું પહોળું હતું, * રામસેન ઉપરથી રામસેનીયા ગરા પણ નીકળ્યો છે. જુઓ પઠ્ઠાવલી સમુચ્ચય પૃ. ૨૦૩, પરિશિષ્ટ ૮૪ ગાનાં નામ.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy