SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : રર૭: રામાન્ય तस्माच सर्वदेवः सिद्धान्तमहोदधिः सदागाहः ।। तस्माच शालिभद्रो भद्रनिधिगच्छगतयुद्धिः ॥ ५ ॥ | શ્રી શાનિત્તમ વ્રતપતિના પૂર્ણમા રઘુના...રિત...........વૃશ્ચિમ पयदिदि विम्ब नामिमूनोमहात्मनः । लक्ष्याश्चश्चलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ ७॥ मंगलं महाश्रीः ॥ संवत् १०८५ चैत्रपौर्णमास्याम् । ટૂંક ભાવ–આ પરિકર એમ સૂચવે છે કે શ્રી ભગવાન મહાવીરદેવની પટ્ટપરંપરામાં વજ શાખામાં ચંદ્રકુલ થયું તેમાં થીરાપદ્ર ગચ્છમાં અનેક સુપ્રસિદ્ધ આચાર્યો થયા તેમાં શ્રી શાન્તિભદ્રસૂરિજી થયા છે, તેમાં સિદ્ધાંતમહાદાધિ શ્રી શાલિભદ્રસૂરિજી થયા, તેમના શ્રી શાન્તિભદ્રસૂરિજી, તેમના પૂર્ણભદ્રસુરિ થયા. તેમણે ૧૦૮૪ માં ચેત્રો પૂણિમાએ શ્રી કષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી આ બિબ લક્ષમીની અસ્થિરતા જાણી રાજા રઘુસેને ગુરૂપદેશથી બનાવ્યું છે. ' અગિયારમી સદીમાં રામસિન્યમાં રઘુસેન રાજ હશે અનેક પ્રભાવિક આચાર્ય દેવો અહીં પધારતા અને તેમનાં ઉપદેશથી અનેક શુભ ધર્મકાર્યો થતાં હશે એમ લેખ સૂચવે છે. ગુર્નાવલિકાર આ સુનિસુંદરસૂરિજી મહારાજે ૧૦૧૦ માં શ્રી સર્વદેવસૂરિ જીએ શ્રી ઋષભદેવ પ્રભુના ચયમાં શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિ સ્થાપિત કર્યાનું જણાવ્યું છે તે ચિત્ર તે ઉપરના લેખથી પણ વધુ પ્રાચીન જ છે એમાં તે સદેહ જ નથી. એક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પચતીથી મૂર્તિના પાછળના ભાગમાં નીચે મુજબ લેખ છે. "संवत् १२८९ वर्षे वैशाख वदि १ गुरौ वा. राजसिंघस्तयोः सुतके लहण भ्रातुर्वाग्भटप्रभृतः कारिताः, प्रतिष्ठिता पं. पूर्णकलशेन." રામસેનમાં નદીના કિનારા પર એક પ્રાચીન મંદિર છે જેને હમણાં સુંદર જીર્ણોદ્ધાર થયે છે. નીચે સુંદર મજબૂત થયું છે જેમાં સફેદ અને ત્રણ ત્રણ ફુટ મેટી શ્રી ત્રાષભદેવજી ભગવાન આદિ જિનપતિમાઓ છે. ત્રણ કાઉસ્સગયા છે અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ બિરાજમાન છે. અત્યારે પણ ગામબહારના ટીંબાઓમાંથી ખેદકામ કરતાં પ્રાચીન મૂર્તિઓ, ઇમારતે, ખંડિયેરે, મદિરના પત્થર, કુઆ, વાવો અને સિક્કાઓ વગેરે નીકળે છે તે જોવા ગ્ય છે. એ જોતાં આ નગરની પ્રાચીનતા, ભવ્યતા, વિશાલતા અને મનહરતાનાં દર્શન થાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy