SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ઇતિહાસ ] : ૧૬૫ : શ્રી શંખેશ્વરપાનાથજીવિજયધર્મસૂરિ જૈન પુસ્તકાલય, જૈન પાઠશાળા, ઝવેરી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, વિશાલ જૈન ધર્મશાળા, પાંજરાપોળ વગેરે છે. વીરમગામ ગુજરાત કાઠિયાવાડના નાકે આવેલું છે. મેટું જંકશન છે. અહીંથી મહેસાણા, અમદાવાદ, કાઠિયાવાડ, પાટડી, ખારાઘોઠા જાય છે. અહીંનું મીનલ તળાવ પણ મોટું અને પ્રસિધ્ધ છે. માંડલ અહીં ૩૦૦ ઘર છે પાંચ ભવ્ય જિનમંદિર, ૭ ઉપાશ્રયે, જૈન પાઠશાળા સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, પાંજરાપોળ, મોટી જૈન ધર્મશાળા છે વીરમગામ તાબાનું ગામ છે. વિરમગામથી અહીં સડક છે. વીરમગામથી ૯ થી દસ ગાઉ દૂર છે. દસાડા નવાબી ગામ છે. માંડલથી વા ૪ ગાઉ દૂર છે, ૪૦ ઘર જેનેનાં છે, ૧ જિનમંદિર, ૨ ઉપાશ્રય, ૧ પાઠશાળા અને ૧ ધર્મશાળા છે. પાટડી વીરમગામથી ૯ ગાઉ દૂર છે, શ્રાવકેનાં લગભગ પાસે ઘર છે, બે જિનમંદિર, ૩ ઉપાશ્રય, જૈન પાઠશાળા, કન્યાશાલા, પાંજરાપોળ છે. આ. શ્રી વિજયદાનસૂરિજી ૧૯૦ માં આ સ્થળે સ્વર્ગવાસી થયા હતા. પંચાસર રાધનપુર સ્ટેટનું ગામ છે. વિરમગામથી લગભગ પંદર ગાઉ દૂર છે, શંખેશ્વરજી અહીંથી પાંચ ગાઉં દૂર છે. અહીં શ્રાવકેનાં ઘર લગભગ વીશ છે, સુંદર જિનમંદિર છે. બે ઉપાશ્રય છે. ગામ બહાર એક પ્રાચીન જૈન મંદિર ખડિચેર હાલતમાં દેખાય છે પંચાસર ગુજરાતના રાજ જયશિખરીની રાજધાની હતું. તે લડતા લડતા ભૂવડના હાથે મરાયા અને એની રાણી રૂપસુંદરીએ આ પ્રદેશના જ ગલમાં વનરાજને (ચંદરમાં) જન્મ આપે પછી શ્રી શીલગુણસૂરિના ઉપકારથી એ વનરાજ રાજા થયા. સૂરિજીના ઉપદેશથી પચાસરજીના પાર્શ્વનાથજીની મૂતિ પાટણમાં પધરાવી પચાસરજીનું ભવ્ય મંદિર બંધાવ્યું છે, * મંદિરમાં વનરાજની પ્રભુને હાથ જોડીને ઉભેલી મૂતિ છે. અર્થાત્ પંચાસરજી ગુજરાતનું જૂનું પ્રાચીન શહેર છે. * પચાસરથી પૂર્વ દિશામાં ચાર માઈલ દૂર એરવાડા ગામ છે. ત્યાંથી જમીનમાંથી શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ નીકળી છે જેમાં ૧૧૦૭ ને લેખ સ્પષ્ટ છે. જમીનમાંથી બેદિતા ગરદન ખડિત થઈ છે. આ મતિ ત્યાના કારમંદિરમાં પૂજાય છે. એરવાડા વણોદ રટેટનું ગામ છે. એરવાડામાં શ્રાવકનું ઘર નથી - -
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy