SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૬૪ ઃ [ રન તીર્થોને , વડગામ પચાસરથી કા માઈલ દર, અને દસાડાથી ૪ માઈલ દૂર આ ગામ એક ઊંચા ટેકરા ઉપર વસેલું છે દુરથી મદિરનું શિખર દેખાય છે. મૂળનાયક શ્રી, આદીશ્વરભગવાન છે, અહીં મંદિરમાં એક હજાર વર્ષથી અખંડ દીપક મળે છે એવી દન્તકથા છે. આ ઉપરથી એમ તે લાગે છે કે ગામ પ્રાચીન હશે. છેલ્લે દ્વાર વિ. સં. ૧૯૦૫માં થયો છે. અને તે વખતે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં અત્યારે શ્રાવકેનાં જ ઘર છે. ઉપાશ્રય છે તેમજ ધર્મશાળા છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે. ઉપશીયાળા પારડીથી પૂર્વ દિશામાં સાત માઈલ દૂર ઉપરીયાળા તીર્થ આવ્યું છે. વીરમગામથી પગરસ્તે ૮ થી ૯ ગાઉ દૂર થાય છે તેમજ વિરમગામથી ભાવનગર તરછુ જતી B, S. રેલ્વેના સુંઠપુર સ્ટેશનથી વા માઈલ દૂર ઉપરીયાળા આવ્યું છે. બજાણા સ્ટેટનું આ ગામ છે. - અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધ સુંદર જિનમંદિર છે. વિ. સં, ૧૯૧૯ માં શ્રી યમદેવજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂર્તિ થામ આરસની એ ચારે તિઓ જમીનમાંથી નીકળી હતી. અઢારમી શતાબ્દીમાં બનેલી તીર્થમાળાઓમાં ઉલ્લેખ છે કે-અહીં દેરાસર હતું, એટલે આ મૂતિ આ મંદિરની જ રહેવાની સંભાવના છે. મંદિર પરમ સુંદર અને શાંતિનું ધામ છે. મૂર્તિઓ પણ પરમ વૈરાગ્યપ્રદ અને આફલાદક છે અહીં કારખાનું ને નાની ધર્મશાળા છે. હમણાં સુંદર આયેશાન જૈન ધર્મશાળા બની રહી છે. વરિય શાવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરે આ તીર્થનીઉન્નતિ માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતે. અને દર વર્ષે શુ. ૮ નો મોટો મેળો ભરાય તે માટે વ્યવસ્થા કરી હતી. અત્યારે પણ ફ. શુ. ૮ મે મેળો ભરાય છે. સ થે આવે છે અને યાત્રિકે લાલ દયે છે. અત્યારે આ શ્રી વિજયભક્તિસૂરિજી. મહારાજ પણ આ તીર્થની ઉન્નતિ માટે બહુ જ સારો પ્રયત્ન કરે છે. અત્યારે તીર્થને વહીવટ શ્રી વિરમગામના સંઘમાંથી નીમાયેલી કમિટી કરે છે. તીર્થયાત્રાને લાભ લેવા જેવો છે. આ સાથે જ અહીં આસપાસ આવેલાં મેટાં ગામને ટ્રક પરિચય પણ જોઈ લઈએ, વીરમગામ ૪૦૦ ઘર જૈનોનાં છ ભવ્ય જિનમદિર, ૭ થી ૮ લગભગ ઉપાશ્રયે, શ્રી,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy