SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૬૩ : શ્રી શખેશ્વરપાનાથજી r શ્રી શંખેશ્વર ગામની પ્રાચીનતાને એક ઉલ્લેખ શ્રી સિધી ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રમન્ય સંગ્રહમાં વનરાજના વૃત્તાંતમાં સૂચિત કરાયેલ છે. જુએ તે ઉલ્લેખ. ‘ શ્રીમાન શીલગુણુસૂરિજીએ વનરાજને તે હિંસા કરતા હોવાથી પેાતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂકયા. ત્યારપછી પેાતાના દાસ્તાની સાથે વનરાજે શમેશ્વર અને પચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચોવૃત્તિથી કેટલેાક સમય વીતાન્યા હતા. ' અર્થાત વિક્રમની નવમી સદીની શરૂઆતમાં આ સ્થાન વિદ્યમાન હતુ. તેમજ દક્ષિણમાં બુરાનપુર અને મારવાડમાં ઠેઠ જેસલમેરના સ ા અઢારમી અને એગણીસમી સદીમાં અહીં આવ્યા છે, તે આ અપૂર્વ તીની પ્રભાવિકતા જણાવવા સાથે આ તીથની કીતિ કેટલે દૂર દૂર ફેલાઇ છે એ પણ સમજાવે છે. પ્રાચીન કાલમા તા મહારાજા કુમારપાલ, પેથડકુમાર, વસ્તુપાલ તેજપાલ, ખંભાત, પાટણુ અને અમદાવાદ વગેરેના સંધે, અનેક યાત્રાળુઓ, સાધુમહાત્માએ અહીં પધાર્યા છે. જેમણે ચૈત્યપરિપાટી, સ્તુતિ-સ્તત્ર-સ્તવા વગેરેમાં આ તીર્થના ભક્તિ–માન અને ગૌરવપૂર્વક શ્રી શંખેશ્વરજી મહાતીર્થના પરિચય આપી આપણને ઉપકૃત કર્યા' છે. આ બધી વસ્તુ વિસ્તારથી વાચવા ઈચ્છતા ભાવુકજને પૂ. પા. મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજરચિત ૮ શ્રી શખેશ્વર મહાતીર્થ - ભાગ ૧-૨ તથા પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પુસ્તક જોવુ ' બીકાનેરમાં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું મ’હિર છે. ૧ k આ સિવાય અહીંની ત્રણ પ્રદક્ષિણાએ પણ દેવાય છે. છા કેશી, ઢાઢર્કશી અને પચ્ચીશ કાશી. ન કાશી પ્રદક્ષિણા મંદિર, કમ્પાઉન્ડ અને શેઠ મેાતીલાલ મૂલજીની ધર્મશાળા ફરતી છે શા કેશી પ્રદક્ષિણુા શ્રી મૂલનાયકજી જ્યાંથી નીકળ્યા હતા તે ખરસેલ તળાવના કિનારાના પાસેના ઝંડકૂવાથી, જૂના મંદિરના ઢગલા પાસેથી, ગામના જૂના મદિરના ખંડિયેર-ધર્મશાળા અને નવા મંદિરના ક્રૂરતા કમ્પાઉન્ડની, પચ્ચોશ કેશી પ્રદક્ષિણામાં આદરીયાણા. પડીવાડા, પીરાજપુર, લેાલાડા, ખીજડીયાળી, ચંદુર (માટી), મુજપુર, કુવાર૪, ૧પાડેલા, પચાસર વગેરે ગામાના પ્રાચીન જિનમદિરાનાં દર્શીન-પૂજન કરીને પાછા શખેશ્વરજી આવે તે પચ્ચીશકાશી પ્રદક્ષિણા છે. શ્રી શખેશ્વરજીની પચતીર્થી રાધનપુર, સમી, મુજપુર, વડગામતી અને શ્રી ઉપરીયાળા તી. વચમાં પંચાસર, માંડલ-પાટડી, વીરમગામ-દસાડા, ચ’ક્રુર, આદરીયાણા વગેરે ગામે આવે છે જે દર્શનીય છે. આમાં વડગામ અને ઉપરીયાળા તી છે. ખન્નેને ટૂંકમાં પરિચય નીચે પ્રમાણે છે. ૧. આ સ્થાને શ્રી નેમિનાથ પ્રભુએ શખ પૂર્યાં હતા. અહીં શ્રીનેમિનાથજીનું મ ́દિર હતું અને શેઠ સમરાશાહુ સધ લખ્તે અહીં માન્યા હતા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy