SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ - - શ્રી શત્રુંજય જેન તીર્થોના દેહરુ છે કે જે સૂર્યકુંડના કિનારા પર આવેલું છે. એમ કહેવાય છે કે શ્રી ઋષભદેવજીનું મંદિર મહારાજા કુમારપાલનું બંધાવેલું અને કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિપ્રતિષ્ઠિત છે. આ મંદિરને કુમારપાલનું મંદિર કહે છે. વિમલવશીની જમણી બાજુમાં કેશવજી નાયકનું પંચતીર્થનું મંદિર છે. બીજું પુંડરીકસ્વામીનું મંદિર છે. આ બે મંદિરની એક ટુંક મનાય છે. આગળ ઉપર બીજા મંદિરે પંક્તિબદ્ધ આવે છે તેમાં કદી યક્ષની દેરી પ્રાચીન છે. ત્યાંથી આગળ અમીઝરા પાશ્વનાથજીનું સુંદર મંદિર છે. બીજા પણ નાનાં ભવ્ય મંદિરની લાઈન આવે છે. આગળ ઘણે દૂર જતાં એક દિગંબરી મંદિર છે. શ્રી શ્વેતાંબર સંઘે પોતાના લઘુ ધર્મબન્ધ જેવા દિગંબરેને ધમધ્યાન કરવાના સાધનરૂપે જમીન આપી મંદિર બાંધવા દીધું છે. આગળ જતાં હાથીપોળના દરવાજા પાસે શત્રુંજય મહામ્યના કર્તા શ્રી ધનેશ્વરસૂરિજીની મૂર્તિ છે. કુમારપાલના મંદિર અને હાથીપળના કિલ્લાને નાકે સૂર્યકુંડનો રસ્તો છે. સૂર્યકુંડ ઘણે જ પ્રાચીન છે. આ કુંડ ઘણે જ પવિત્ર અને ચમત્કારી મનાય છે. તેની પાસે જ ભીમકુંડ છે. કિલ્લાની રાંગે ત્રીજો ભ્રમકંડ છે, જેનું બીજું નામ ઈશ્વરકુંડ છે. સૂર્યકુંડ અને ભીમકુંડના વચ્ચેના એક ખૂણામાં એક શિવલિંગની દેરી છે જે અજૈન શિલ્પીઓ અને પૂજારીઓના પ્રભુભજન માટે રાખવામાં આવેલી છે. આ છે જૈન શ્રાવકેની ઉદારતાનું દષ્ટાંત. તેમણે કેઈને પણ ધમ કરતાં ક્યા નથી એટલું જ નહીં પણ અનુકુળતા કરી આપી છે. આની વ્યવસ્થા જૈન સંઘ રાખે છે. કુમારપાલના મંદિરના ઉગમણુ ભાગના પછવાડે એક વિશાલ ટાંકું છે, જેનું જલ શ્રી તીર્થપતિ અષભદેવજીના અભિષેક માટે વપરાય છે. મેટી ટુંકના જિનમંદિરોનો પરિચય રતનપળ મોટી ટુંકે અથત દાદાની ટુંક દાદા એટલે પ્રથમ જિનેશ્વર ! આ અવસર્પિણીના યુગારંભે–જુગલિક યુગનું પરિવર્તન કરનાર પ્રથમ પુરુષોત્તમ! પ્રથમ તીર્થંકર ! પ્રથમ દેવાધિદેવ!! આ ટુંકમાં એક દેરાસરજી તીર્થેશ (પ્રથમ તીર્થેશ તથા શત્રુંજયતીશ) શ્રી આદીશ્વર ભગવાનનું છે. પિળમાં પેસતાં એ ત્રણ માળના વિશાલ મંદિરનાં દર્શન થાય છે. આ દેરાસરજી એ જ શ્રી સિદ્ધાચળ તીર્થનું મુખ્ય દેહરું. મેક્ષમાર્ગના મુસાફરને વાટખચ માટેની સગવડ સારુ નાણું જમે કરાવવાની સદ્ધર પેઢી અને મેક્ષની જામીનગીરી. વર્તમાન મૂલનાયક શ્રી આદિનાથ ભગવાનની મૂતિ સેળમાં ઉદ્ધારક શેઠ કરમાશાહના સમયની સ્થાપિત છે. આ પહેલાંના ઉદ્ધારમાં તેરમા ઉદ્ધારક શ્રી જાવડશાહના સમયની મૂર્તિ વિદ્યમાન હતી. જાવડશાહના
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy