SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૬૦ : શ્રી શત્રુંજય સમયની મૂતિની બાહડશાહે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રાચીન ભવ્ય મૂતિને વિ. સં'. ૧૩૬૮–૧૩૬માં અલ્લાઉદ્દીનના સૈન્ય ગળામાંથી નાશ-ખંડિત કરી હતી. ત્યારપછી સમરાશાહ વિ. સ. ૧૩૭૧માં બૃહતપાગચ્છીય શ્રી રત્નાકરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી નૂતન ભવ્ય બિંબની સ્થાપના કરી હતી.x " वर्षे विक्रमतः कुसप्तदहनकस्मिन् (१३७१) युगादिप्रभु, श्रीशत्रुजयमूलनायकमतिप्रौढप्रतिष्टोत्सवम् ॥ साधुः श्रीसमराभिस्त्रिभुवनीमान्यो वदान्यः क्षिती, श्रीरत्नाकरसूरिभिर्गणधरैयः स्थापयामासिवान् ॥" ( શ જય તીર્થોદાર પ્રબંધ) આ ઉપરથી એક વસ્તુ નિણીત થાય છે કે બાહડશાહે વિ. સં. ૧૨૧૧માં જે તીર્ણોદ્ધાર કરાવ્યો તેમાં ભવ્ય જિનમંદિર આખું નવું બનાવ્યું અને ભૂલનાયક તે જાવડશાહના સમયમાં જ રાખી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.ના હાથથી પુનઃ પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી મુસલમાનેએ મૂતિને ખંડિત કરી અને મંદિરને અમુક ભાગ ખંડિત કર્યો. સમરાશાહે નૂતન મૂર્તિ સ્થાપિત કરી અને મંદિરને સમરાવ્યું. ત્યારપછી મુસલમાનેએ સમરાશાહિ સ્થાપિત મૂતિને ખંડિત કરી મસ્તક ખંડિત કર્યું. આ વખતે તે મુસલમાનોના ત્રાસને લીધે ઘણુ વખત સુધી ખંડિત મૂતિ પૂજાતી રહી. ત્યારપછી મેવાડની વીર ભૂમિમાં જન્મેલા ચિતે નિવાસી કર્મા શાહના ઉદગ્ર વિયથી તીર્થાધિરાજને પુનરુદ્ધાર થયો. કરમાશાહે ગુજરાતના સૂબેદારને આશ્રિત બનાવે અને છેલ્લે તેની પૂર્ણ હાનુભૂતિ અને સહકારથી આ કઠિન જીર્ણોદ્ધારનું કાર્ય સફળ કર્યું. કરમાશાહે મંત્રીશ્વર વસ્તપાલે સંગ્રહીત સુંદર પાષાણુફલહીથી સુંદર બિંબ બનાવરાવ્યું જે આપણું સન્મુખ અત્યારે વિદ્યમાન છે. કરમાશાહે ઉદ્ધારિત* ભવ્ય જિનમંદિર અને તેમણે જ પ્રતિષ્ઠિતસ્થાપિત મૂતિ અદ્યાવધિ જૈન સંઘના કલ્યાણમાં સાક્ષીભૂત–હાયભૂત થઈ રહેલ છે. * ही ग्रहर्तुक्रियास्थान ( १३६९ ) मरव्ये विक्रमवत्सरे जाघडिरथापित વિશ્વ મહેરાવ થાત ! (વિવિધતીર્થક૫, શ્રી જિનપ્રભસૂરિ) ૪ મે રે ચંદાની દુમિતે સતિ ( શરૂ૭૨ ). શ્રીમૂ૮નાથા સાધુ શીરમો રચવાત ” ( વિવિધ તીર્થકલ્પ ) + નીચેને લેખ પણ ઉપરના કથનને જ પુષ્ટિ આપે છે. " तीर्थेऽत्र साधुकरमाभिधो धनी सिद्धिसिद्धितिथि १५८८ संख्ये ચામ[4] ત્રુજારવિમમુનિનામ” ને કરૂ I (શત્રુંજય ગિરિરાજના મલનાયકજીના મંદિરમા દિવાલ પર લેખ) ભાવાર્થ– સં. ૧૫૭(૮)માં કશાહે શ્રી આનંદવિમલસૂરિજીના ઉપદેશથી શત્રુજય તીર્થ ઉપરના મૂલમંદિરના પુનરુદ્ધાર કર્યો.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy