________________
૩૬ વ્યંજન અને અર્થ પણે વિચારી શકાય. જેમ જીવ દ્રવ્યમાં પગલરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ ઉત્પન્ન થતા મનુજાદિ પર્યાયે અશુદ્ધ છે, તેવી રીતે ધમસ્તિકાય આદિના સંચગાદિ પર્યાયમાં પણ પરદ્રવ્યની અપેક્ષાથી જ અશુદ્ધપણું માનવું. એક પગલ દ્રવ્ય જ એવું છે કે જેમાં દ્વિત તુક વગેરે અશુદ્ધ પર્યાયે યુગલરૂપ સ્વજાતિ દ્રવ્યની અપેક્ષાએ હેાય છે
દરેક દ્રવ્યના પર્યાયે પ્રતિસમય અનંતભાગાદિ બાર પ્રકારે હાનિ–વૃદ્ધિવાળા હોવાથી ક્ષણમાત્ર સ્થાયી પર્યાય દરેક દ્રવ્યમાં હોઈ શકે છે. તેમાં જીવદ્રવ્યની હાનિ-વૃદ્ધિ, જ્ઞાનાદિ ગુણને અંગે છે. અને તે જ્ઞાન, યના આધારે હેવાથી સેયની જેમ હાનિ-વૃદ્ધિ થાય છે, તેમ જ્ઞાનની પણ હાનિ –વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે કેટલીક હાનિ–વૃદ્ધિઓ સ્વપર્યાયાપેક્ષાએ અને કેટલીક પરપર્યાપેક્ષાએ અને કેટલીક સ્વપરપર્યાયાપેક્ષાએ પ્રતિસમય થયા કરે છે. આ પ્રમાણે વ્યંજન અને અર્થપર્યાયરૂપે વર્ગીકરણ કરેલ એક દ્રવ્યના વિકાલિક પર્યાયે કેટલા હોઈ શકે ? તે અંગે વિચારતાં જૈનમત પ્રમાણે પ્રત્યેક પદાર્થ પ્રતિસમય ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્યાત્મક હોવાથી અનંતકાળે કેઈપણ એક દ્રવ્ય, અનંત પર્યાયરૂપે પરિણમે છે. એટલું જ નહિ પરંતુ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ તે સન્મતિ પ્રકરણમાં કહ્યું છે કે કોઈપણ એક દ્રવ્ય વિવક્ષિત એક જ સમયમાં પણ સહભાવી અનંત પ રૂપે પરિણમે છે.
एक समयम्मि एगदवियस्स, बहुयावि होंति उप्पाया । उप्पाय ममा विगमा, ठिईउ उस्सग्ग ओणियमा ।३।४१॥