________________
૨૯૩ શ્રી જિનેશ્વર પરમાત્માએ દર્શિત સદગુઠાનનો જ ઉપયોગ જરૂરી છે, એ સદનુષ્ઠાનોનું આલંબન જ, આત્માને દુર્ભાનથી બચાવી, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડે છે. | ધર્મધ્યાન તથા શુકલધ્યાન એ બે શુભધ્યાન છે. તેમાં પ્રથમ, ધર્મધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે.
આત્માને દુગતિમાંથી ઉદ્ધરી સગતિમાં (પરંપરાએ મેષગતિમાં પણ) લઈ જનાર એવી મન-વચન અને કાયાની સ્થિરતાયુક્ત શુદ્ધઅધ્યવસાય તે ધર્મધ્યાન કહેવાય. તેના ચાર ભેદ આ પ્રમાણે છે (૧) પ્રભુની જે આજ્ઞાઓ છે, તે આજ્ઞાઓ સંબંધી ચિંતવન કરવું તે “આજ્ઞાવિચય” ધર્મધ્યાન છે. (૨) જીવે રાગ-દ્વેષ કરવાથી અને કર્મ બાધવાથી કેવાં દુઃખ પામે છે, તે વિચારવું તે “અપાયવિચય” ધર્મધ્યાન છે (૩) શુભાશુભ કર્મોના શુભાશુભ વિપાકને વિચાર કરે તે “વિપાકવિચય” ધર્મધ્યાન છે. અને લેકોલોકનું સ્વરૂપ સંસ્થાન આદિ ચિંતવવું તે સંસ્થાનવિચર્ય” ધર્મ ધ્યાન છે.
અથવા બીજી રીતે ધર્મધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે છે.–પિતાના હૃદયમાં નવપદ આદિ ધ્યેયનું સ્થાપન કરી ધ્યાન કરવું તે “પિંડસ્થ” ધ્યેયવસ્તુ સ્વસ્થાને રહેલી હોય ત્યાં ધ્યેયવસ્તુ પ્રત્યે ચિત્ત (ગમે તે સ્થાને બેઠા છતાં) એકાગ્ર કરવું તે “પદસ્થ” ધ્યેયનું સ્થાપના નિક્ષેપ દ્વારા ચિંતવન કરવું તે “રૂપસ્થ.” અને અદેહી પરમાત્મા