________________
૨૯૨
હવે રૌદ્ર એટલે મહા ભયાનક ધ્યાન તે “સેદ્રધ્યાન કહેવાય છે. એ ચાર પ્રકારનું છે. (૧) પ્રાણિયોને હણવા, પીડા કરવી, ક્રૂરતા ધારણ કરવી તે “હિંસાનુંબંધિ રૌદ્રધ્યાન છે. (૨) જુઠું બોલવું, જૂઠી સાક્ષી પૂરવી, જૂઠા લેખ લખવા ઈત્યાદિ “મૃષાનુબંધિ” શૈદ્રધ્યાન છે. (૩) બીજાને લૂંટવાની, છેતરવાની અને પડાવી લેવાની બુદ્ધિ તે “સ્તેયાનુંબંધિશૈદ્રધ્યાન છે. (૪) અનેક પાપથી ભેગા કરેલા પરિગ્રહને રાજભયાદિથી રક્ષણ કરવાની મહાચિંતા તે “ સંરક્ષણનુબંધિ” રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણે છે. (૧) હિંસાદિ ચાર ભેદમાંના. કેઈપણ એક ભેદનું વારંવાર સેવન કરવું (૨) અનેક ભેદનું વારંવાર સેવન કરવું (૩) હિંસાદિ અધર્મમાં ધર્મબુદ્ધિ વિચારવી અને (૪) મરણતે પણ હિંસાદિથી વિરામ ન પામવું. આ રૌદ્રધ્યાન, સ જ્ઞિ જીવને પ્રથમથી—પાંચમાં ગુણસ્થાન સુધી હોય છે.
આ બને ધ્યાન અશુભ, સંસારને વધારનાર, આત્મગુણને આવરનાર, અને દુર્ગતિને આપનાર હોઈ, એ નિવારવા રોગ્ય છે. એ માનસિક ચિંતારૂપ અને દુષ્ટપરિણામી હેઈ બાહા શારીરિક સ્વસ્થતાને પણ બગાડનાર છે. અને અનેક રેગનુ ઉત્પાદક છે. આજે લેકે વધુ ને વધુ પ્રમાણમાં તનાવથી ઘેરાઈ રહ્યા છે, તેનું મુખ્ય કારણ, અર્થ અને કામની વધુ પડતી વર્તાતી લિપ્તતાથી ઉત્પન્ન થતું આક્ત અને રૌદ્રધ્યાન જ છે. જીવને આવા અશુભ ધ્યાનથી બચવા માટે