________________
૨૭૧
ઉપગ ધર્મના સાધ્યને પ્રાપ્ત કરવા માટે દેવ-ગુરૂ-ધર્મની આરાધના સ્વરૂપ ગંધર્મના માર્ગે ઘણા પ્રકારે છે તેમાંથી પ્રત્યેક મનુષ્ય પોતાની અનુકૂળતાનુસાર ગધર્મને નિર્ણય કરવું જોઈએ.
પ્રત્યેક મનુષ્ય તેને પૂર્વજન્મના સંસ્કાર પ્રમાણે ખાસ પ્રકૃતિથી જમેલ હોય છે. આના ઉપર વંશપરંપરાના સંસ્કારોની કેળવણીની, બહારની પરિસ્થિતિની અસર પણ થાય છે. આ સર્વે મળીને માનવને સ્વભાવ ઘડાય છે. પ્રત્યેક મનુષ્ય આ બધાં કારણેનું એક કાર્ય છે. તેનામાં પિતાપણું–સ્વત્વ, અમુક પ્રકારની ખાસિયત હોય છે. એટલે
ગધર્મની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બનવા માટે પ્રત્યેક મનુષ્ય પિતાને સ્વતંત્ર માર્ગ શોધી કાઢવા જોઈએ. અને જે માર્ગ દ્વારા ઉપગસ્વરૂપ અત્યંતર ધર્મની પ્રાપ્તિ સુલભ બને તે માર્ગને પોતાના જીવનમાં પહેલે અપનાવવું જોઈએ.
સર્વ મનુષ્ય ભિન્ન ભિન્ન ભૂમિકાઓ ઉપર સ્થિત થયેલા હોય છે. તેથી એકની સાધના પદ્ધતિ બીજાને અનુકૂળ કદાચ ન આવે એમ પણ બને. ઉપગ ધર્મના લક્ષ્યવાળા વિવિધ ગધર્મો સર્વ સાચા છે. કારણ કે મનુષ્ય જે સ્થિતિમાં છે, તેમાથી તેને આગળ વધવામાં મદદ કરે છે. બળજબરીથી ગધર્મ અંગેના પિતાના વિચારે કે પિતાની સાધનાનો પ્રકાર બીજા ઉપર લાદવાનો પ્રયત્ન કરે તે નરી મૂર્ખતા છે. આમ કરવાથી માનવજાતિની ઉન્નતિને