________________
૨૬૯
આ ભાવપંચકનું સ્વરૂપ સમજ્યા પછી જ આત્માને. ખ્યાલ પેદા થાય કે આત્માની વિશુદ્ધતા તે ક્ષાયિકભાવમાં જ છે. ઔદયિક, ઔપશમિક અને ક્ષાપશમિક ભાવવાળી આત્મદશ તે કર્મના સંબંધવાળી દશા છે. અને કર્મસંબંધિતદશા છે, તે વિભાવદશા છે. પારિણામિક ભાવની વસ્તુઓ, તે સ્વભાવસિદ્ધ હેવાથી જીવને સુખ દુઃખના સંગમાં તે ભાવ અંગે કંઈ સંબંધ નથી.
આ પ્રમાણે સંસારી જીવને આત્મવિકાસના પ્રારંભ ઉત્થાન, અને પૂર્ણતાના સ્વરૂપને સમજવા માટે આ ભાવપંચકનું સ્વરૂપ જાણવું–વિચારવું તે અત્યંત જરૂરી છે.
આપણે એક એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે કે જેથી. આપણને આ સંસારનાં સર્વ બંધનમાંથી મુક્તિ મળે. એટલું જ નહિ પણ સમગ્ર મેહ ઉપર અધિપત્ય મળે.
પ્રકૃતિના પાશમાંથી મુક્તિ એ નકારાત્મક, અભાવાત્મક લક્ષ્ય છે. પરંતુ તે લક્ષ્ય સિદ્ધ કરવા માટે મેહના ક્ષેત્ર ઉપર સંપૂર્ણ વર્ચસ્વ આવશ્યક છે. જ્યાં સુધી આપણા વ્યક્તિત્વને કેઈપણ અંશ પ્રકૃતિના પરિબળોને આધીન રહે છે, ત્યાં સુધી આપણે સર્વાગણ પૂર્ણતા પ્રાપ્ત કરી છે, એમ કહી શકાય જ નહિં. એ પ્રકૃતિના પરિબળની પરાધીનતામાંથી છૂટી આત્માની અનંત શક્તિઓને પ્રગટ કરવા, માટે ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક ભાવસ્વરૂપ પુરૂષાર્થ આપણે હવે જોઈએ, એ નકકર સત્ય છે.