________________
૨૬૮ દેશઘાતીપણે ઉદયમાં વર્તતા હોય ત્યારે અવધિજ્ઞાન, અવધિદર્શન અને મન:પર્યવજ્ઞાન એ ત્રણે ગુણો ન્યૂનાધિકપણે પણ પ્રગટપણે આત્મામાં અવશ્ય વર્તતા હોય છે. આવી રીતે ઘાતી પ્રકૃતિઓના રસસ્પદ્ધઓનું દેશઘાતીપણે ઉદયમાં વર્તવું તેને ઉદયાતુવિધ પશમ કહેવાય છે. અહિં તે પ્રકૃતિએને વિપાકેદય છે.
પ્રથમના બાર કષાય અને મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકેદયમાં અર્થાત્ સ્વસ્વરૂપે વર્તતા ઉદયમાં તે તેના રસસ્પદ્ધકે સર્વઘાતીપણે જ ઉદયમાં વસે છે. પરંતુ આ કર્મોનાં દલિકે અન્ય પ્રકૃતિમાં સંકમી સ્વસ્વરૂપે ઉદયમાં નહિં વર્તતાં પરસ્વરૂપે ઉદયમાં વર્તે છે, ત્યારે તે ઉદયને પ્રદેશદય કહેવાય છે. આ પ્રદેશદયને શુદ્ધ ક્ષાપશમ કહેવાય છે. અહિં તે પ્રકૃતિનું સ્વરૂપ ટળી જવાથી તે પ્રકૃતિવડે અવરાએલ ગુણ, આવરણરહિત બને છે.
કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય પ્રકૃતિઓના ઉદય સમયે તેના રસસ્પર્ધકે તે સર્વઘાતીપણે જ ઉદયમાં વિતે છે. અને તેને ઉદય સદા સ્વસ્વરૂપે જ એટલે વિપાકોદયસ્વરૂપે જ હોય છે. પ્રદેશદય રૂપે હોઈ શકતું જ નથી.
સંજવલન ચાર કષાય અને નવનોકષાય તે વિપાકેદય સહિતપણે, અને વિપાકેદય રહિતપણે અર્થાત્ પ્રદેશદયપણે પણ ક્ષપશમવાળા હોઈ શકે છે. માટે તેમાં ઉદયાનવિક્ષપશમ અને શુદ્ધક્ષેપશમ એમ બને -પ્રકારે લાપશમ વતી શકે છે.