________________
૨૪૯
કાયાદિ દ્રવ્યમાં રહેલ જે સ્વતઃ સિદ્ધ સ્વભાવ તે પારિ.
થામિક ભાવ છે. આત્મસ્વરૂપ જીવત્વ, અને આત્માના વિશેષસ્થિતિરૂપ ભવ્યત્વ તથા અભવ્યત્વ, એ ત્રણ ભેદે પરિણામિક ભાવ છે.
ઔપશમિકભાવ તે મેહનીય કર્મને વિષે જ હોય, અન્યત્ર નહિ.
ક્ષાપશમિક ભાવ તે ચાર ઘાતિકર્મને વિષે જ હોય; -જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મ છે.
બાકીના ત્રણ તે ક્ષાયિક, ઔદયિક અને પરિણામિકભાવ તે આઠે કર્મને વિષે હોય.
ધમસ્તિકાયાદિ પાંચ અછવદ્રવ્ય પોતપોતાને ભાવે જ પરિણમે છે, પણ પરભાવે પરિણમતા નથી. માટે તે પરિણામિક ભાવે છે. એ પાંચમાંથી પણ પુદ્ગલ દ્રવ્યના ' હિંપ્રદેશી, ત્રિપ્રદેશ યાવત અનંતપ્રદેશ સ્કંધ,કર્મ–વણાદિક, એ સર્વ ઔદયિક ભાવે હોય, સ્કધપણું છાંડે, ઘટે, વધે, તે માટે
જીવદ્રવ્યમાં કહેલ ઉપરોક્ત પાંચે ભાવના ભેદ બધા મળીને પ૩ થાય.
સાનિયાતિભાવ અને તેના ભેદ–ઉપરક્ત ભાવમાંથી કોઈપણ એક ભાવ કરતાં વધુ ભાવોનું એકી સાથે એક જીવમાં હોવાપણું તે સાન્નિપાતિકભાવ કહેવાય છે.