________________
૨૪૮
તે ઉપલક્ષણ માત્ર હોવાથી તે સિવાય બીજી પણ જીવની કેટલીક અવસ્થાઓ, ઔદયિક ભાવમાં લેવાય છે. તે આ પ્રમાણે છેઃ
દર્શનાવરણ સમુદ્ભૂત નિદ્રાદિપંચક, વેદનીયકર્મ -સાધિત સુખ-દુઃખ, મેહનીયજનિત હાસ્યાદિ છે, આયુષ્ય કર્મસંભૂત ચાર આયુષ્ય, નામકર્મની સર્વપ્રકૃતિ અને ગોત્રોદય જન્ય ઉચ્ચાનુચ્ચ ગોત્ર, એ બધાંય ઔદયિક ભાવમાં સમજવાનાં છે. આ બધી જીવની અવસ્થાઓને ઉપરોકત એકવીશમાં પણ સમાવેશ કરી લેવાય છે. અને તે આ રીતે—
અજ્ઞાન’નું ગ્રહણ કરવાથી નિદ્રાદિપંચક પણ એ ચી શકાય છે. કેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને દર્શન મોહને ઉદય અજ્ઞાનનું કારણ છે. “ગતિ” ગ્રહણ કરવાથી શેષ નામભેદ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ સર્વનો સમાવેશ કરી શકાય છે. કેમકે આયુષ્ય, જાત્યાદિનામ, ગોત્ર અને વેદનીય એમાંથી એકનો પણ અભાવ હોય તે ગતિને સંભવ નથી. કારણ કે એ કર્મો ભવધારણમાં કારણ છે.
વેદ ગ્રહણ કરવાથી હાસ્યાદિ છ પણ લઈ શકાય છે. કેમકે તે વેપગ્રહકારક છે. અથવા કષાયના નિદેશમાં હાસ્યાદિ નેકષાયેનો સમાવેશ થઈ શકે છે. કેમકે નોકષાયે કષાયસહવતી હોય છે.
પ. પરિણાસિકભાવ–જેને લઈને મૂળ વસ્તુમાં કિઈ પ્રકારનું પરાવર્તન ન થાય એ જીવ તથા ધર્માસ્તિ