________________
૨૪૦
ઉપશાંત કષાય (મહ) (૧૨) ક્ષીણમેહ (૧૩) સગી કેવલી (૧૪) અગી કેવલી.
મિથ્યાદર્શન નામે કર્મના ઉદયથી જીવ મિથ્યા તત્વને વિષે શ્રદ્ધા રાખી રહે, સત્ય તત્વની જિજ્ઞાસા ન રાખે, તે મિથ્યાદ્રષ્ટિ નામે પ્રથમ ગુણસ્થાનક છે.
મિથ્યાદર્શન કર્મને ઉદય ન હોય પણ અનંતાનુબંધી કર્મના ઉદયથી જીવને સમ્યગદર્શન ન હોય, ત્યારે સમ્યગુદર્શનથી પતિત અવસ્થામાં સાસ્વાદન નામે બીજું ગુણસ્થાનક છે.
સમ્યગુ–મિથ્યાત્વ (મિશ્ર) નામે કર્મના ઉદયથી જીવનું દર્શન કેટલેક અંશે મલીન અને કેટલેક અંશે શુદ્ધ હોય, તે મિશ્ર નામનું ત્રીજું ગુણસ્થાનક છે.
અપ્રત્યાખ્યાન કષાયના ઉદયને લીધે જીવ સમ્યકત્વસંયુક્ત હોવા છતાં અવિરતિ રહે, તે અસંયત નામનું ચોથું ગુણસ્થાનક છે
પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી જીવ કેટલેક અંશે સંયત અને કેટલેક અંશે અસંયત રહે છે, તે દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક છે.
પ્રત્યાખ્યાન દષાયનો ઉદય ક્ષીણ થવાથી જીવ સંપૂર્ણપણે સંયત બને, છતા એમાં પ્રમાદ રહી જાય, તે પ્રમત્ત નામનું છઠ્ઠ ગુણસ્થાનક છે.
એ પછી સંજવલન નામે કષાય મંદ થવાથી પૂર્ણસંવત