________________
૨૩૮
અભેદરૂપે છે. જેવી રીતે સુવર્ણમાં પીળાપણું, ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાયમે કરી ત્રણ પ્રકારે છે. પરંતુ કોઈ સમયે તે ત્રણે ભિન્ન હેતા નથી. ત્રણેનું હોવાપણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે જીવના સર્વગુણ ભિન્ન ભિન્ન કાર્ય કરતા હોવા છતા, વસ્તુમાંથી ભિન્ન નથી. દરેકનું કાર્ય ભિન્ન હોવા છતાં અભેદ છે, આ દરેક ગુણે ન્યૂનાકિપણે પણ આવરણેથી આચ્છાદિત હોવા છતાં દરેકના આવરણો ભિન્ન ભિન્ન જાતિના છે. જેથી દરેકના ઔદયિકાદિ ભાવે પણ ભિન્ન ભિન્ન છે. જેમકે જ્ઞાન ગુણને ક્ષયેશમ ભાવ હોય તેમ દર્શન ગુણને પણ ક્ષયપસમભાવ હોય. એ રીતે દરેક ગુણના ભાવે અંગે સમજી લેવું. આ બાબતને અનુલક્ષીને જ ક્ષપશમાદિ ભાવના વિવિધ પ્રકારે દર્શાવ્યા છે. આત્મામાં એક સમયે જ વર્તતા આ વિવિધ ભાવના હિસાબે પ્રતિસમય આત્મા, એક કરતાં પણ વધુ સંખ્યા પ્રમાણ પર્યાયી હોઈ શકે છે. જેમ ગુણસ્થાનક એ જીવના પર્યાય સૂચક છે, તેમ આ પુસ્તકના તેરમા પ્રકરણમાં બતાવેલ ભાવે પણ જીવના વિવિધ પર્યાયસૂચક છે. પરંતુ ગુણસ્થાનક– સ્વરૂપ વિકાસક્રમ, આત્માના સમ્યકત્વ અને ચારિત્ર ગુણસ્વરૂપ વિવિધ પર્યાયને જ અનુલક્ષીને છે. સર્વ ગુણે ક્ષાયિકભાવે પ્રકટ કરવા માટે આત્માને પુરૂષાર્થ મુખ્યત્વે કરીને તે સમ્યકત્વ અને ચારિત્રને ક્ષાયિકભાવે પ્રકટ કરવાને હવે જોઈએ. પરંતુ તે બને ગુણો સીધા સીધા ક્ષાવિકભાવે પ્રકટ નહિં થતાં તેની પૂર્વભૂમિકા રવરૂપ પ્રથમ ઉપશમ અને