________________
૨૩૭
ર્તવ્ય છે. એક તે સ્વરૂપ તથા પરરૂપને યથાર્થ ખ્યાલ અર્થાત્ ભેદજ્ઞાન, અને બીજું કાર્ય, સ્વરૂપમાં સ્થિત રહેવું. તમાં પહેલા કાર્યને રોકવાવાળી મેહની શક્તિને જૈનશાસ્ત્રમાં દન મહે” અને બીજા કાર્યને રોકવાવાળી મેહની શક્તિને “ચારિત્રમોહ” નામે ઓળખાવી છે. બીજી શકિત તે પહેલી શક્તિની અનુગામિની છે. અર્થાત્ બીજી શક્તિની પ્રબલતા-મદ-મન્દતર અને મદતમતાનો આધાર પહેલી શક્તિની પ્રબળતા–મન્દ–મન્દતર અને મન્દતમતા ઉપર જ છે. માટે એક વાર આત્માને સ્વરૂપના દર્શનની પ્રાપ્તિ અર્થાત્ ભેદજ્ઞાન થઈ જાય તે આત્માને સ્વસ્વરૂપ લાભ પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બની જાય છે.
એક આત્મામાં જ્ઞાનગુણ, દશનગુણ, ચારિત્રગુણ, સાથગુણ, દાનગુણ, લાભણ, ગગુણ, અરૂપીગુણ, અગુરૂલઘુગુણ, અવ્યાબાધગુણ ઈત્યાદિ ગુણે છે. તે સવે ગુણ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સમુદાયરૂપ છે. કેઈ સમયે તે ભિન્નક્ષેત્રી હોઈ શકતા નથી. તે સર્વ ગુણપર્યાનો એક પિડ એ આત્મા છે. માટે એકરૂપ છે. જીવદ્રવ્યમાં જેટલા ગુણ છે, તે સર્વે પૃથફ પૃથપણે પોતાનું કાર્ય કરતા જ રહે છે. દર્શન તે દેખવાનું કામ કરે છે. જ્ઞાન તે જાણવાનું કામ કરે છે. સમ્યકત્વ તે નિર્ધાર કરવાનું કામ કરે છે. અમૂર્ત ગુણ, અરૂપીપણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વગુણ પોતપોતાના કાર્યના કર્તા છે. કાર્યભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે. કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે