________________
હોવા છતાં, પ્રભુદર્શન–પૂજા વગેરેમાં ઉપેક્ષાકારક હતા, તેમની શ્રદ્ધાને જ બનાવી પ્રભુભક્તિમાં અપ્રમાદિ બનાવી રાખવાની આ પ્રદેશમાં તે સમયે પહેલી આવશ્યકતા હતી. હંમેશાં વિપરીત સંસ્કારને ચેપ જલ્દી લાગી જાય છે, પરંતુ સુસંસ્કારોનું સ્થિરિકરણ ખૂબ જ મુશ્કેલી ભૂત જ બની રહે છે. પરંતુ આવું સ્થિરિકરણ કરાવનાર સાધુ ભગવંતનું આવાગમન તે સમયે જવલ્લે જ થતું હતું,
ઘણા વર્ષો પહેલાં તો અનેક રંધર વિદ્વાન ગુરૂભગવંતોના પુનિત પગલાથી આ ભૂમિ, પવિત્ર બની રહેતી હતી. પરંતુ તેમાં ઘણે ટાઈમ વત્યા પછી અહિં ધર્મભાવનામાં ઓટ આવી જવા પામે હતો. પ્રખર વિદ્વાન પંન્યાસજી શ્રી રત્નવિજ્યજી મહારાજ સાહેબ (ડહેલાવાળા તરીકે ઓળખાતા) તથા વાગડદેશધારક પુણ્યાત્મા શ્રી જીતવિજયજી દાદાનાં ચાતુર્માસ જે કે આ સદીમાં જ અહી થયાં હતાં, પરંતુ તેને પણ ઘણાં વર્ષો વીતી ગયાં હતા
વિ. સંવત ૧૯૮૨ની સાલમાં વાવ ચાતુર્માસ પધારેલ ઉપરોક્ત સાધ્વીજી મહારાજ સાહેબને આ ક્ષેત્ર માટે લાગણી ઉદ્દભવી. ક્ષેત્ર સારું છે. વાવેલ ધર્મ બેંજ નવપલ્લવિત બને તેવું છે. પરતું તેનું સિંચન કરનાર કોઈ મહાપુરૂષ-શક્તિશાલી માળીની ખાસ જરૂરીઆત તેઓશ્રીને સમજાઈ. ખેર ! ઈ પુ -ભવિતવ્યતાએ આપોઆપ તેવા મહાત્માઓને ભેટે અહિના સંધને થઈ જશે, એવી આશાએ તેવા પુત્યની પ્રાપ્તિ માટે પ્રથમ તે શ્રી સંઘને જિનમંદિરને જિર્ણોદ્ધાર કરાવવાની તેઓશ્રીએ વાવસંધને પ્રેરણા કરી. ઉત્સાહી
અને ધર્મભાવનાથી ઓતપ્રેત રંગાયેલ વાવના બે યુવાને દેસી રીખવચંદ ત્રીભોવનદાસ તથા શેઠ શ્રી કાળીદાસ કકલચંદને આ