________________
૨૨૮
ઉપેક્ષાવૃત્તિ ધારક માનવીએ. શુભ યા શુદ્ધ પુરૂષાર્થમાં પ્રવર્તતા ન હોય તેઓનો પુરૂષાર્થ, અશુભ યા અશુદ્ધ સ્વરૂપે તે અવશ્ય પ્રવર્તાતે હોય છે.
એટલે તાત્તપર્ય છે કે પુરૂષાર્થને અહંભાવ પણ નહિં હોવું જોઈએ, તેમ જ પુરૂષાર્થની ઉપેક્ષા પણ નહિં હોવી જોઈએ
જીવ પોતાના પુરૂષાર્થથી સ્વ યા પરની ભવિતવ્યતાનું પરિવર્તન કરી શકે એ માન્યતા પણ વ્યાજબી નથી. માટે ભવિતવ્યતાનું પરિવર્તન તે પુરૂષાર્થને આધિન છે, એમ નહિં સ્વીકારતાં, ભવિતવ્યતાની પ્રગટતા, કાળ સ્વભાવ સહ પુરૂષાર્થને આધિન છે, એમ સ્વીકારવું જોઈએ. અને તેથી જ જ્ઞાનીઓએ ઠેરઠેર પુરૂષાર્થમાં પ્રવર્તાવાની પ્રેરણા કરી છે. જ્ઞાનીઓના જ્ઞાનમાં ભવિતવ્યતા ચોક્કસ છે, તેમ છતાં, તમે જેવી ભવિતવ્યતાના ઈચ્છક હે તેને અનુકૂળ પુરૂષાર્થમાં પ્રવર્તે. તે પુરૂષાર્થ દ્વારા તમારી ઇચ્છિત અને જ્ઞાનીઓએ જ્ઞાનથી જોયેલી ભવિતવ્યતા જરૂર પ્રગટ થશે. તમારી ઈચ્છા– મુજબ થતા પુરૂષાર્થને કઈ રોકી શકશે નહિ. અને ઇચ્છિત. ભવિતવ્યતાને અનુકૂળ પુરૂષાર્થ અખલીતપણે ચાલુ રહેશે તે ઇચ્છિત ભવિતવ્યતા અવશ્ય પ્રગટ થશે.
ઈચ્છિત ભવિતવ્યતાને અનુકૂળ તમારો પુરુષાર્થ હોવા છતાં વચ્ચે જે અન્ય ભવિતવ્યતાઓ તમે અનુભવી રહ્યા છે, તે ભવિતવ્યતાની પ્રગટતા, તમારા ચાલુ પુરૂષાર્થના