________________
૨૨૮
પરિણામરૂપે નહિં સમજતાં, ભૂતપૂર્વ પુરૂષાર્થના પરિણામ રૂપે સમજવી.
જીવનું લક્ષ્ય, દ્રષ્ટિબિંદુ યા ઉદેશ કે જેને જ્ઞાનોપયોગ અને દર્શને પગ કહેવાય છે, તે અત્યંતર પુરૂષાર્થ છે. અને મન-વાણી તથા કાયાની શુભાશુભ પ્રવૃત્તિ કે જેને વેગ કહેવાય છે, તે બાહ્યપુરૂષાર્થ છે.
સંસારી સર્વ જીવોના અત્યંતર અને બાહ્યપુરૂષાર્થમાં શુભાશુભની દ્રષ્ટિએ સદા સમાનતા જ વર્તતી હોય એવું બની શકતું નથી. સમાનતા પણ હોઈ શકે અને અસમાનતા પણ હોઈ શકે. આ સમાનતા અને અસમાનતા તે ચાર રીતે વિચારી શકાય.
(૧) જ્યા બાહ્યપુરૂષાર્થ શુભ હોય અને અત્યંતર પુરૂષાર્થ શુભ યા શુદ્ધ હોય (આ જીવે ચરમાવતી, સમ્યકત્વી, દેશવિરતિ યા સર્વવિરતિ હોય)
(૨) જ્યાં બાહ્ય પુરૂષાર્થ શુભ હોય પણ અત્યંતર પુરૂષાર્થ અશુદ્ધ યા અશુભ હોય. (અહિં ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરવાના અભિલાષી, યા સ્વઅવગુણ છુપાવવાની વૃત્તિવાળા. યા કીતિ- ચશના ઈચ્છક જીવો હોય.)
(૩) જ્યાં બાહ્ય પુરૂષાર્થ અશુભ હોય પરંતુ અત્યંતર પુરૂષાર્થ શુભ યા શુદ્ધ હોય (આ જીને પૂર્વકૃત પાપના ઉદયે વ્યાવહારીક જીવન નિભાવવા માટે યા પરાધીનતા–ભય આદિના કારણે પાપ પ્રવૃત્તિવાળા સંગમાં રહેવું પડે,