________________
૨૨૭ અનુસરીને છે. કેઈપણ જીવની કેઈપણ પ્રકારની ભવિતવ્યતા, તે જીવના પિતાના જ પુરૂષાર્થ સિવાય કોઈને પણ પ્રગટ થઈ નથી, અને થવાની પણ નથી.
છશ્વસ્થ જીવને ભવિતવ્યતાને ખ્યાલ પ્રાપ્ત કરી– શકવાનું સાધન, માત્ર પુરૂષાર્થ જ છે. વર્તમાન પ્રારબ્ધ (ભવિતવ્યતા) તે પૂર્વકૃત પુરૂષાર્થનુ ફળ છે. અને વર્તમાન પુરૂષાર્થ તે ભવિષ્યના પ્રારબ્ધ (ભવિતવ્યતા )નું સૂચક છે.
પુરૂષાર્થ કરવામાં જીવ પોતે સ્વતંત્ર છે. પરંતુ - છાનુસાર પુરૂષાર્થમાં પ્રવર્તાવા સમયે શેષ ચાર સમવાય કારણે તે સ્વયં જરૂર વર્તતાં જ હોય છે. એટલે તે સમયે પુરૂષાર્થની મુખ્યતા અને અન્ય કારણોની ગૌણતા ભલે દેખાય, પરંતુ કેવળ પુરૂષાર્થથી જ કાર્ય થયું છે, એમ માનવું અયોગ્ય છે. જીવને પુરૂષાર્થ તે ભવિતવ્યતાને અનુકૂળ જ પ્રવર્તતે હોઈ જીવને પુરૂષાર્થને અહંભાવ નહિં કરવું જોઈએ.
આધ્યાત્મિક વિકાસમાં પણ ભવિતવ્યતા જ બળવાન છે. ભવિતવ્યતા હશે તે પુરૂષાર્થ થશે, એ સિદ્ધાન્તાનુસાર કેટલાક જીવે પુરૂષાર્થ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળા બની રહે છે. પરંતુ તેવા જ પિતાની અવસ્થાને પુરૂષાર્થ રહિત માનવામાં ભૂલ કરે છે. કારણ કે વીર્ય (ગ-ઉત્સાહબળપરાકમ) એ જીવ માત્રને ગુણ છે. આ વીર્યગુણદ્વારા દરેક જીવને કઈ પણ પ્રકારને સ્થૂળ યા સૂમ પુરૂષાર્થ તે અવશ્ય પ્રવર્તતે જ હોય છે. એટલે પુરૂષાર્થ પ્રત્યે :