________________
પ્રકરણ ૧૧ મું બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ સર્વજ્ઞ ભગવાનના કેવલજ્ઞાનમાં વિશ્વના મૌલિક પદાના ત્રિકાલિક પર્યાયે નિશ્ચિત છે. માટે પ્રત્યેક જીવની પ્રત્યેક સમયે વર્તતી ભવિતવ્યતા પણ નિશ્ચિત જ છે. પરંતુ તે તે ભવિતવ્યા સાથે અન્ય શેષ ચાર સમવાય કારણો પણ નિશ્ચિત જ છે. કારણ કે સર્વજ્ઞ ભગવાને તે શેષ ચાર સમવાય કારણેયુક્ત જ ભવિતવ્યતા નિહાળી રહ્યા છે. નહિં કે કેવળ ભવિતવ્યતા જ.
કેવલજ્ઞાનીઓ શેષ ચાર સમવાય કારણે યુક્ત ભવિતવ્યતાને જાણે છે, પણ કઈ તેનું નિર્માણ કરતા નથી.
કાર્યસિદ્ધિમાં પાંચ સમવાય કારણે પૈકી જીવ પ્રયત્ન– વડે પ્રવર્તતું કારણ તે પુરૂષાર્થ જ હોઈ, જીવને કરવાને તે માત્ર પુરુષાર્થ જ છે. કાર્યસિદ્ધિ સમયે શેષ કારણે તે વય ઉપસ્થીત થતાં રહેતાં હોઈ, કાર્યસિદ્ધિ ઈચ્છક જીવનું લક્ષ્ય, પુરુષાર્થ પ્રત્યે જ હોવું જોઈએ. એટલે જ જ્ઞાની પુરૂએ સુખને ધર્મ પુરુષાર્થના ફળસ્વરૂપે અને દુઃખને પાપપુરૂષાર્થના ફળસ્વરૂપે દર્શાવ્યું છે.
જીવની ભવિતવ્યતાની પ્રગટતા તે જીવના પુરૂષાર્થને