________________
૨૨૪ જ મુકરર થાય છે. આત્મપ્રદેશની સાથે સંબંધિત બની રહી, ટકી રહેવારૂપ સ્થિતિનું નિર્માણ પણ કષાયના અનુસારે જ બને છે. આ રીતની નિમણુતાને જ કર્મ કહેવાય છે. અને તે આગામી પ્રારબ્ધની પ્રાપ્તિ સૂચક છે. જીવની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ અનુસારે ઉપરોક્ત પ્રક્રિયા, લેશમાત્ર પણ ભૂલ થયા વિના પ્રતિસમય થતી જ રહે છે. તેમાં સત્કર્મને પુણ્ય અને દુષ્કર્મને પાપ કહેવાય છે. સત્કર્મ એ જમા પાસું છે, અને દુષ્કર્મ એ ઉધારીઓ ધંધે છે. પરંતુ જમા ઉધાર બેઉ પાસામાં સંચિત થયેલાં કર્મોથી તો એનું ફળ ભેગવીને જ છૂટી શકાય છે. કર્મોનું ફળ એ જ ભાવિ યા પ્રારબ્ધ છે. સારાં કર્મોને લેતા તે ભાગ્યશાળી અને દુષ્કમેને જોતા તે દુર્ભાગી છે. કહે છે કે એક માણસને માથે ટાલ હતી, એટલે સૂર્યનાં કિરણોથી તેનું માથું તપ્યું. આમ થતાં છાયાવાળા સ્થાને જવાની આશાએ એક તાડના વૃક્ષ નીચે ગયે. ત્યાં અચાનક તાડનું મેટું ફળ નીચે પડ્યું અને માથું ફૂટી ગયું. આ રીતે ભાગ્યહીન જ્યાં જાય છે, ત્યાં આપત્તિઓ જ, અને ભાગ્યશાળી જ્યાં જાય છે, ત્યાં સંપત્તિઓ જ આવી મળે છે.
જીવતે માણસ આ પ્રમાણે પ્રારબ્ધને ભેગવતે સુખ દુઃખમાં સબડ્યા કરે છે. પછી એની અસરમાં તેનું આ અમુલ્ય જીવન પુરું થાય છે. કેટલાક દાખલામાં તે વિફરેલાં પ્રારબ્ધની એક જ ઠેકર માણસની અમૂલ્ય છંદગી બરબાદ કરી નાખે છે.