________________
વાવ (બનાસકાંઠા) શ્રી જૈનસંઘની ધર્મભાવનાના
- વર્ણનપૂર્વક શ્રી ચંદુલાલ કાલચંદના કુટુંબને સંક્ષિપ્ત પરિચય
જેઓના સુપુત્રોએ પોતાના સ્વ. પિતાની પુણ્યસ્મૃતિરૂપે આ પુસ્તકના પ્રકાશનમાં ૫૦૦ નકલના ખર્ચની આર્થિક સહાય ઉદારભાવે અપેલ છે, તે સ્વ. ભાઈશ્રી ચંદુલાલ કલચંદને જન્મ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના, અતિ રમણીય જિનમંદિરોથી સુશોભિત એવા વાવ શહેરમાં થયે હતિ.
અદ્ભુત આહાદકારી, શાતર સમગ્ર મુદ્રાવાળી, ભવ્ય પરિકરથી સુશોભિત, પરમ પાવનકારી શ્રી અજીતનાથ ભગવાનની અને પ્રગટપ્રભાવી પુરિસાદાણી શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિથી વિભૂષિતગગનચુંબી વિશાળકાય જિનમંદિરેથી સુશોભિત એવું વાવશહેર એ ખરેખર ! એક ધર્મભૂમિનું જ ક્ષેત્ર છે. આજુબાજુના ગામોનું આ કેન્દ્રસ્થાન હોઈ, આ શહેરની ધર્મભાવનાથી તે આજુબાજુનાં ગામે પણ ધર્મવાસનાથી વાસિત બની રહ્યાં છે. '
અહિ પ્રતિવર્ષ, ધર્મભાવનાની ધૂન જગાવતાં ઓચ્છવ, મહોત્સવ, તપશ્ચર્યાઓ, વગેરે વિશિષ્ટ ધર્મ થતાં જ રહે છે. અવારનવાર વિદ્વાન અને સંયમ ગુરૂભગવંતેનું આવાગમન અને ચાતુર્માસથી દિનપ્રતિદિન અહીંની ધર્મભાવનામાં વૃદ્ધિ જ થતી રહે છે. આ બધા અહિંના ધર્મસંસ્કારોનું બીજારોપણ અને પ્રભુભક્તિમાં દ્રઢતા કરાવનાર, આ પ્રદેશના જૈનસંધના મુખ્ય ઉપકારી, આગમ દ્વારકા