SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પૈકી “દવ્યાનુયોગ કે જે જૈનદર્શનની મહત્તા અને મૌલિક્તાના પ્રતીકરૂપે મનાય છે, તે દ્રવ્યાનુગ જેવા ગહનાતિગહન વિષય ઉપર સારૂ એવું પ્રભુત્વ મેળવી શક્યા છે, તે ખરેખર પ્રશંસનીય અને સેંધપાત્ર છે. શ્રી ખૂબચંદભાઈ છેલ્લા પંદરેક વર્ષોથી પોતાની કસાયેલી કલમે લે કભોગ્ય વિષયક સાહિત્યનું સર્જન કરી, સમાજને પીરસી રહ્યા છે, તે સાચે જ અનુમોદનીય છે. આજસુધીમાં તેઓશ્રી આત્મવિજ્ઞાન ભા.૧--૩, કર્મમીમાંસા, જેનદર્શનમાં ઉપગ, જૈનદર્શનનો કર્મવાદ, ને જેનદર્શનમાં અણુવિજ્ઞાન જેવા તાત્વિક અને સમાજોપયોગી પુસ્તકોનું પ્રકાશન કરી ચૂક્યા છે અને વર્તમાનમાં “જૈનદર્શનનું પદાર્થવિજ્ઞાન,” એ શુભ નામથી અલ કૃત પુસ્તકની દ્વિતિયાવૃત્તિ, ટુંક ટાઈમમાં જ કર્મવાદના વેત્તાઓના કરકમળમાં સ્થાપિત કરશે. આજે તેઓ શારીરિકદ્દષ્ટિએ જર્જરિત દશામાં છે, તથાપિ કેવલ માનસિક બળ ઉપર, પુસ્તકનું લેખન–પ્રકાશન કરી રહ્યા છે. અને હજુ પણ તેઓ નવસર્જનનું આયોજન વિચારી રહ્યા છે આ તકે યોગ્ય સૂચન કરવું સ્થાને લેખાશે કે કર્મસાહિત્ય ઉપર કલમ ઉઠાવવા માટે ઉદ્યત થયેલા ઉત્સાહી આત્માઓને યોગ્ય ઉત્તેજન આપવું એ આપણી ફરજ છે. આપ સૌ કે ઈ સજજને સહેજે સમજી શકે છે કે, જૈનદર્શન તે કેવલ, કર્મવાદના બળે અન્યદર્શ નેને પરાસ્ત કરવા માટે પર્યાપ્ત છે. એટલું જ નહિં કિ-તુ, કર્મવાબા બળ ઉપર જ જગતમાં વિજયવંતુ બનતું આવ્યું છે. અને વિજયવસ્તુ બની રહેશે . લી. આચાર્ય વિજય ભુવનશેખર સૂરિના ધર્મલાભ. અરણ. (રાજસ્થાન). વિ. સં. ૨૦૩૭ શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણ દિન.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy