________________
કિંચિત–વક્તવ્ય
जियाजिनेन्द्रगीगंगा, स्वच्छ संवरदा हि या ।
साधुहंसैःश्रितात्यक्ता, पंकाकुल जडाशयैः ।।
ખરેખર ! ચિત્રવિચિત્ર ઘટનાઓથી છલકાઈ રહેલા આ વિશ્વમાં અનભિલાય અને અભિલા એમ બે જાતના પદાર્થો હોય છે. અભિલાષ્ય પદાર્થો પણ બે રીતિએ વિભક્ત છે. તેમાં એક અપ્રજ્ઞાપનીય અને બીજો પ્રજ્ઞાપનીય છે. અનભિલાયના અનંતમા ભાગે અભિલાખ હોય છે. અને અભિલાયના અનંતમા ભાગે પ્રજ્ઞાપનીય છે. અને પ્રજ્ઞાપનીય અને તમો ભાગ સૂત્રોમાં ગ્રથિત કરવામાં આવ્યું છે.
પ્રજ્ઞાપનીય પદાર્થોને કહેવા, તે શ્રી તીર્થંકર પરમાત્માને વાગગ છે. અને તે શ્રોતાઓના ભાવકૃતનું કારણ છે. તેથી તેને દવ્યદ્યુત પણ કહી શકાય છે.
- મૃતસાગરને પાર પામેલા કેવલજ્ઞાની ભગવંતે વાણીને વરસાદ વરસાવે છે. અને ગણધરભગવંતે તે વાણીને સૂત્રરૂપે ગૂંથીને પુણ્યાભાઓને પ્લાવિત કરે છે. ખરેખર જેને ગુંથણ ગમે છે, તે જ આ અમાથી પ્રકાશમયપંથ મેળવી શકે છે. શિવાય ચૂંથણ ગમે છે, તેવા દયનીય વડાઓ આજીવન ચીં ચીં જ કરતા રહે છે. સાથે સાથે ભાગ્યશાળી આત્માઓ સૂત્રોમાં પીરસાએલા સબોધમાંથી, સારભૂત પદાર્થોની શોધ કરીને સન્માર્ગે સંચરે છે.
પ્રસ ગવશાત સદરહુ પુસ્તકના લેખક શ્રી ખૂબચંદભાઈની ખૂબીઓ યાદ કરવી આવશ્યક લેખાશે. સેવાભાવિ–શ્રદ્ધાળુ-શ્રાદ્ધવર્ય શ્રી ખૂબચંદભાઈ, વર્ષો પહેલાં જૈન ધાર્મિક પ્રાધ્યાપક તરીકે સમ્યજ્ઞાનપિપાસુ પુણ્યાત્માઓને જેનદર્શનનું સમ્યગુરીયા અધ્યયન કરાવી રહ્યા હતા. તેઓ પિતાના પશમના બળે જૈનદર્શનના ચાર અનુયોગે