________________
૨૧૫
સ્વરૂપે હોય? કેવા કેવા પ્રારબ્ધ સૂચક હોય? તે વિષય આગળ વિચારીશું.
ભાગ્ય, નસીબ યા પ્રારબ્ધ અંગે પિતાની જિંદગીમાં વિવિધ પ્રકારના સંગ અને વિયેગના પ્રસંગે અનુભવીને એક વિદ્વાન વિચારકે કહ્યું છે કે
“મારી જિંદગીમાં મેં ક્ત એક જ પાઠ તારવ્યા છે કે માનવીના સઘળા પ્રયાસોની સફલતા મહદ્ અંશે ભાગ્યાધન હોય છે. સંકલ્પ, બળ, પરિશ્રમ તથા દિલ અને દિમાગના કેટલાક ગુણ વગર કેઈને પણ સફલતા મળી ન શકે એમાં તે શંકા નથી જ. પરંતુ એ બધું હોવા છતાં માનવીને તક ન મળે, તેના સંજોગે સાનુકુળ ન હોય, તે તે કઈ ગણનાપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. જિંદગી આખર તે ભૂતકાળના અનુભવને વિચાર કરતાં એ સઘળા અનુભવે આપણને એ બાબતની પ્રતીતી કરાવે છે કે માનવી ગમે તેવી કાળજીપૂર્વક તેમજ ડહાપણથી પ્રયાસ કરે છતાં પરિણામ એકલા તેના પ્રયત્ન પર આધાર રાખતું નથી. તમે એને જોગાનુજોગ કહો, તક કહે, યા નસીબ કહો, પણ એ તત્ત્વ, પરિણામ લાવવામાં ભાગ ભજવતું જ હોય છે. પ્રબળ શક્તિ શાળી મગજ પણ તેની એકાદ નસ તૂટતાં નિશ્ચિત બની જાય છે. આથી જેને સૌથી મહત્તવનો બેધપાઠ તે છે વિનગ્રતા. જેને સફળતાની પળમાં આત્મનિર્ભરતાથી પ્રેરાઈને માનવી સહેજે વિસરી જતું હોય છે.”
પ્રારબ્ધવાદની ઘણીવાર મશ્કરી કે ગેરસમજુતી કરવામાં
-