________________
૨૧૬
આવે છે. કહેવાય છે કે પ્રારબ્ધવાદ તે માણસને આળસુ કે નિષ્ક્રિય બનાવી દે છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. કારણ કે, તેનું પ્રારબ્ધ જ તેને જે કાંઈ કરવાનું હશે તે તેની પાસે કરાવશે જ. શ્રી રમણ મહર્ષિને જ્યારે કેઈએ પૂછ્યું કે શું ! મારે હાથ જોડીને બેસી રહેવું ? ત્યારે મહષિએ કહ્યું કે “એમ કરી શકે તે ઉત્તમ, પરંતુ તમારૂં પ્રારબ્ધ તમને એમ કરવા દેશે નહિ.”
એ પણ આક્ષેપ થાય છે કે પ્રારબ્ધવાદ તે માણસને આળસુ નહિં તે હિંમત વગરને, નમાલે, માયકાંગલી કે દીનહીન બનાવે છે. આને ઉત્તર એટલે જ કે કોઈ વાદથી કોઈ ભારતવાસી કે ઈતને ઘડાવાનું કે ચલિત થવાનું હતું જ નથી. જે એક જ પરમ સત્તા કે શક્તિ (પાંચ સમવાય કારણે) જ સર્વત્ર-સર્વદા, સર્વથા કામ કરી રહી છે. એ તેને ઘડશે, ચડાવશે કે પાડશે. બીજે ઉત્તર એ કે, ખરું જોતાં ખરા પ્રારબ્ધવાદીઓ જ મહાપરાક્રમી હોય છે, કારણ કે પરાક્રમ કરતા કરતા એમને જ એવા અનેક અસામાન્ય અનુભવ થતા રહ્યા હોય છે કે, તેઓ તેનાથી જ સ્વાભાવિક રીતે પ્રારબ્ધ તરફ ખરા દિલથી વળી રહેલ હોય છે. દાખલા તરીકે નેપોલિઅન, તે ચુસ્ત પ્રારબ્ધવાદી હતું. તેને એક વખત જ્યારે એક સરદારે પૂછયું કે તમે ભાગ્યમાં આટલું બધું માને છે તે
જનાઓ શા માટે ઘડે છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે મારું ભાગ્યે જ મારી પાસે જનાઓ ઘડાવે છે.