________________
૧૯૯
તે માનવીના મન સાથે સંકળાયેલું છે. આ વસ્તુને ખ્યાલ રાખવામાં આવે તો આપણે કાયમના માટે સુખી રહેવાના જ, એ નિર્વિવાદ છે. - પરંતુ માણસનું જીવન, અહિંસા-સત્ય અને સંયમથી વાસિત બને તો જ તે માણસ ઉપરોક્ત દ્રષ્ટિવાળે બની, સુખ અને સમાધિ પ્રાપ્ત કરી શકે. જીવનની બધી પ્રવૃત્તિઓમાં ધર્મભાવનાનો એટલે કે અહિંસાને વિચાર અગ્રસ્થાને રાખી, જીવન નિર્વાહ ઓછામાં ઓછી હિંસાથી થાય, એવા આદર્શવાળા બનવું. જે વિજ્ઞાનના પ્રાગમાં હિંસા અને અહિંસાની વિવેકશન્યતા હોય અને તેના પરિણામે ખાનપાન–દવા-ઉપચાર અને મેજમજામાં અહિંસને લેપ થતે જોવામાં આવતો હોય, તેવા વૈજ્ઞાનિક સંસ્કારથી દૂર રહેવું જોઈએ. વર્તમાન વૈજ્ઞાનિકે પદાર્થવિજ્ઞાનને અનેક રીતે આવિષ્કાર કરતા રહ્યા છે અને કરશે. પરંતુ તે આવિષ્કારની પ્રવૃત્તિમાં દ્રષ્ટિબિન્દુ તે માત્ર વર્તમાન ભવ પૂરતા જ સુખનુ યા દૈહિક સુખ પુરતું જ હોઈ તેમાં હિંસા-અહિ સાને લેશ માત્ર પણ વિવેક હેતું નથી. તે પછી ચેતનની અનંતશક્તિને ખ્યાલ તે ત્યાં હેઈ જ ક્યાંથી શકે ? દેહિક અનુકૂળતા યા પ્રતિકુળતામાં પણ જીવ ઉપર જડ પ્રકૃતિનું અધિપત્ય અનાદિનાળથી વતી રહ્યું છે, તે સમજ વર્તમાન વિજ્ઞાનમાં નહિં હોવાથી, તેની પ્રવૃત્તિદ્વારા યા તેણે ફેલાવેલ સંસ્કાર દ્વારા, માનવસમુદાયના જીવન ઉપર જડ પ્રકૃતિના થરે, વધુ ને વધુ પ્રમાણમાં ખડકાતા જાય છે. અને