________________
૧૯૮ મનની શાંતિ વિશેષ. પાર્થિવ વસ્તુની આકાંક્ષાને ત્યાગી મનને નિયેગ, આત્મચિંતવનમાં કરવાથી, મન તે સ્થિર અને શુદ્ધ થાય છે. સ્નાન કર્યા પછી શુદ્ધવસ્ત્ર પહેરી દર્પણની સામા ઊભા રહીએ તે પ્રતિબિંબ સુંદર દેખાય છે. પરંતુ તે વખતે દેહ શુદ્ધ ન હોય તે દર્પણમાં પણ આપણું પ્રતિભા સુંદર ન દેખાય. એવી રીતે મનને હંમેશાં નિર્મળ રાખવાથી, આત્મા નિર્મળ બની રહ્યો દેખાય છે. આ માટે સતત આત્મચિંતવન કરતા રહે. ફેગટ કર્મ, ફેગટ વિચાર અને સ્વાર્થ તથા કામનાદિથી મનને હટાવી પરમાત્મામાં–આત્મશુદ્ધસ્વરૂપ ચિંતવનમાં, શમ અને સંવેગ ભાવનામાં, મનને એકાગ્ર અને સ્થિર કરવાનો નિશ્ચય કરો. મનના પ્રવાહને તે તરફ વાળ. આ ઉપાયથી જ વિષયની વાસનાઓ, ઈદ્રિયની લોલુપતાએ દૂર થશે. અને આત્મા પરમ સમાધિ અનુભવશે
એટલું તે ચોકકસ સમજી લેવું જોઈએ કે બહાને કેાઈ માણસ તમને સુખી કરી શકે નહિ. આપણી જાતે જ આપણે સુખી થવાનું છે. દરેક વસ્તુ અને સંજોગોને આન દથી જેતા તથા વિચારતાં શીખે. કોઈ વસ્તુ આપણને દુઃખ ઉત્પન્ન કરવા સર્જાઈ નથી, એ ખ્યાલ આપણા મનમાં દઢ કરવા. આ ખ્યાલને આપણા મનમાંથી એક ક્ષણ માટે પણ દૂર થવા દેવું ન જોઈએ. જીવનને આનંદ આમ કરવાથી જ મેળવી શકાશે. જેટલું આપણું મન આનંદમાં-ઉલ્લાસમાં રહેશે, એટલું જ સુખ ગણાશે, આખરે એટલું તે અવશ્ય સમજાવું જોઈએ કે, સુખ એ ભૌતિક વસ્તુ નથી. સુખ–દુખ