________________
૨૦૦
તે દ્વારા માનવ, દિનપ્રતિદિન માનસિક દુઃખની ભયંકર ગર્તામાં ધકેલાતો જાય છે.
જડપદાર્થોના સંગ દ્વારા પ્રાપ્ત થતા સુખમાં લેશમાત્ર આંતરિક સુખ હોવાનું યા જડપદાર્થોના આવિષ્કારે દ્વારા વિશ્વશાંતિ પ્રસરાવવાનું ધ્યેય, એ તે અગ્નિદ્વારા શીતલતા પ્રાપ્ત કરવાની યા પાણીમાંથી માખણ કાઢવાની અભિલાષા જેવું છે.
ભાવદયાસાગર વિશ્વોપકારી પરમપુરૂષ ભગવાન શ્રી મહાવીરદેવે એવું દાર્થવિજ્ઞાન પ્રરૂપ્યું છે કે, જે વિજ્ઞાન દ્વારા ભાવુક આત્માઓને પોતાની અનંતચેતનશક્તિને ખ્યાલ પેદા થવા દ્વારા, સ્વ અને પરનો તથા સુખ અને દુઃખને વિવેક. પ્રાપ્ત થાય. અને મનુષ્ય પોતાની ચેતનશક્તિને સંપૂર્ણપણે પ્રગટ કરવા માટે તે ચેતનશક્તિના આચ્છાદક પદાર્થને બિલકુલ દૂર હટાવી આત્માની અનંત જ્યોતને પ્રગટ કરવા દ્વારા, કેઈપણ બાહ્યસાધનની પરાધીનતા વિના, વિશ્વના તમામ જડ અને ચેતન પદાર્થોની સુષુપ્ત અને પ્રગટ એવી ત્રિકાલિક–અવસ્થાને જ્ઞાતા બની શકે.
આ પુસ્તકમાં લેખિત પદાર્થવિજ્ઞાન તે પરમપુરુષ પરમાત્મા શ્રી મહાવીરદેવે પ્રરૂપિત પદાર્થવિજ્ઞાનરૂપ મહાસાગરનું એક અતિ અ૯પ બિન્દુ માત્ર છે. છતાં સુર– મનુ તેમાંથી ઘણું સમજી શકશે. આ મહાવિજ્ઞાનતત્ત્વ જ્ઞાન તે વર્તમાન ભૌતિક વિજ્ઞાનની, ચેતનાના ચેય વિનાની